Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રાજકોટમાં આસ્થા રેસિડેન્સી પાસે લક્ષમણ ઝુલા પાર્કનો અરવિંદ અકબરી કલર પ્રિન્ટરથી ચલણી નોટો છાપતો'તો! : એસઓજીએ મોડી રાત્રે દબોચ્યોઃ ૨૦૦૦, ૫૦૦ અને ૨૦૦ના દરની નોટા સાથે ઝડપાયો

રાજકોટઃ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોડી રાતે આસ્થા રેસિડેન્સી પાછળ લક્ષમણ ઝુલા પાર્ક-૩માં 'ઓમ' નામના મકાનમાં દરોડો પાડી અરવિંદ ધીરૂભાઇ અકબરી નામના પટેલ શખ્સને કલર પ્રિન્ટરમાં ચલણી નોટો છાપતો ઝડપી લઇ ૨૦૦૦, ૫૦૦ અને ૨૦૦ના દરની નકલી નોટો કબ્જે કરી છે.

પી.એસ.આઇ. બી. કે. ખાચરની ટીમના કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીને બાતમી મળી હતી કે અરવિંદ અકબરી ઘરમાં નકલી નોટો છાપે છે અને હાલમાં કામ ચાલુ છે...આ માહિતી પરથી મોડી રાત્રે તેના ઘરમાં દરોડો પાડવામાં આવતાં રંગેહાથ નોટો છાપતો મળી આવ્યો હતો.

પોલીસે તેની સામે આઇપીસી ૪૮૯ એબીસીડી મુજબ ગુનો નોંધી રૂ. ૨૦૦૦ના દરની ૩૩ નોટો, રૂ. ૫૦૦ના દરની ૧૨ નોટો અને રૂ. ૨૦૦ના દરની ૧૫ નકલી નોટો તથા રૂ. ૫૦૦ના દરની ૪ અસલી નોટો તેમજ કલર પ્રિન્ટર, કેબલ, કાચનો ટૂકડો, કટર, કોરા કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, રાજેશભાઇ ગીડા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. અરવિંદની વિશેષ તપાસ થઇ રહી છે.

(2:26 pm IST)