Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રાજકોટમાં ટ્રાફિક એએસઆઇ દારૂની બોટલ્સ આઠે ઝડપાયો ટ્રાફિક વોર્ડન પણ દારૂની બોટલ સાથે પકડાયો ;ગુન્હો દાખલ

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એએસઆઇ એ,બી, મકવાણા અને વોર્ડન દારૂ સાથે ઝડપાયા

રાજકોટ :રાજકોટમાં એક એએસઆઇ ખુદ દારૂની બોટલ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે એએસઆઇ સાથે ટ્રાફિક વોર્ડન પણ દારૂની બોટલ્સ સાથે ઝડપાયો છે
  રાજકોટમાં ટ્રાફિક એએસઆઈ તરીકે ફરજ બજાવતા એ. બી. મકવાણા ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા છે. તેમની સાથે એક ટ્રાફિક વોર્ડન પણ ઝડપાયો છે

. રાજકોટ બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દારૂ સાથે પકડાયેલા એએસઆઈ સામે હવે ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે.

(6:08 pm IST)