Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

એસઓજીએ કણકોટ પાટીયા પાસે રહેતા અમીરઅલી સુરાણીને ૧.૧૧૪ કિગ્રા ગાંજા સાથે પકડ્યો

રાજકોટઃ એસઓજીએ વધુ એક શખ્સને માદક પદાર્થ સાથે ઝડપી લીધો છે. કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટર પાછળ મફતીયાપરામાં રહેતાં અમિરઅલી હબીબભાઇ સુરાણી (ઉ.૫૮)ના ઘરમાં ગાંજો હોવાની ચોક્કસ બાતમી એસઓજીના કોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા અને હેડકોન્સ. મોહિતસિંહને મળતાં પીએસઆઇ બી. કે. ખાચર, રાજેશભાઇ ગીડા, ચેતનસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ સહિતની ટીમે દરોડો પાડતાં ઘરમમાંથી રૂ. ૬૮૬૪નો ૧.૧૧૪ કિગ્રા ગાંજો મળતાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી અમીરઅલીની ધરપક ડકરી કુલ રૂ. ૧૧૯૬૪નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સ રિક્ષા રિપેરીંગનું કામ કરે છે. અગાઉ બોટાદ પોલીસે ૨૦૦૪માં તેને ૧૨ કિલો ગાંજા સાથે પકડ્યો હતો. જેમાં તેને સજા પણ થઇ હતી. તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે. પીએસઆઇ બી. કે. ખાચરે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)