Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પીએસઆઇ સોનારા અને ટીમે હેડકોન્સ.સમીરભાઇ શેખની બાતમી પરથી રામનાથપરામાંથી દારૂ ભરેલી કાર ઝડપી

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. હરદેવસિંહ રાણા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, અજીતસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સમીરભાઇ શેખ તથા હરદેવસિંહની બાતમી પરથી રામનાથપરા-૨૨ આરોગ્ય કેન્દ્ર પાસેથી જીજે૩કેપી-૭૩૦૨ નંબરની આઇ-૨૦ કાર કબ્જેક રી તેમાંથી રૂ. ૭૨૦૦૦નો ૧૮૦ બોટલ દારૂ કબ્જે કરી ૩ લાખની કાર પણ જપ્ત કરી છે. આરોપી હાથીખાના-૬માં રહેતો નોઇન ઉર્ફ નોઇલો નઝીરભાઇ પઠાણ ભાગી ગયો હતો.

(2:27 pm IST)