Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

આજીડેમ પોલીસે હલેન્ડા ડુંગરપુરની સીમમાં પવનચક્કીના રૂમમાંથી ૬,૪૪,૦૦નો દારૂ પકડ્યોઃ ૪ની શોધખોળ

રાજકોટઃ ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈનીની રાહબરીમાં આજીડેમ પી.આઇ. પી.એન. વાઘેલા અને ટીમના કનકસિંહ સોલંકીને મળેલી ખાસ બાતમી હેઠળ હલેન્ડા તાબેના ડુંગરપુર ગામે સાંજે પવનચક્કીના રૂમમાં દરોડો પાડી રૂ. ૬,૪૪,૦૦૦નો ૧૭૦૪ બોટલ દારૂ પકડી લેવાયો છે.

પોલીસે દરોડો પાડતાં ચાર શખ્સો નાશી ગયા હતાં. તેણે પવનચક્કીના રૂમમાં આ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું ખુલતાં ચારેય સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં હરેશ મુંધવા, અશોક જેઠાભાઇ મુંધવા, શાર્દુલ કડવાભાઇ પડસારીયા અને લક્ષમણ ઉર્ફ લખો ચનાભાઇ રાઠોડ (રહે. બધા ડુંગરપુર)નો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની રાહબરીમાં પી.આઇ. પી.એન. વાઘેલા અને ડી. સ્ટાફની ટીમના પીએસઆઇ જી.એન. વાઘેલા, શૈલેષભાઇ ભીસડીયા, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસંહ ઝાલા, જનકસિંહ વાઘેલા સહિતે આ કામગીરી કરી હતી. ભાગી ગયેલા ચારેયની શોધખોળ થઇ રહી છે.

(12:03 pm IST)