Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જમીનના મર્યાદિત હકકના બદલે અઘાટ હકક અપાય તો ઉદ્યોગોનો ખરો વિકાસ

શાપર - વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વરા મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ તા. ૧૫ : બેરોજગારી દુર કરવા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોની હાલની સરકારી નીતિઓમાં કેટલાક ફેરફાર આવી રહ્યા છે, ત્યારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ચેરમેન રમેશભાઇ ટીલાળા અને પ્રમુખ કિશોરભાઇ ટીલાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી કેટલાક સુચનો કરેલ છે.

તેમણે જણાવેલ છે કે સરકારી ખરાબાની જમીન મેળવવા ૧ ટકો સ્કુટીની ફી આપવી પડે છે. જમીન મંજુર થાય કે ન થાય એ પછીની વાત રહી, પણ આ સ્કુટીની ફી તો ભરવી જ પડે છે. પછી જમીન મંજુર માટે લાંબી પ્રક્રીયા ચાલે છે. પંચાયત મંત્રી, સર્કલ ઇન્સ્પેકટર, મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેકટર સુધી ચેનલ આગ વધે છે. ભાવ નિયમન સમિતિ જમીનના જે ભાવ નકિકી કરે તે બજાર ભાવ કરતા પણ ઉંચા હોય છે. આ સ્થિતીને કારણે ખેતીની કિંમતી જમીન બીનખેતી કરાવી ઉદ્યોગો તથા રહેણાક મકાનો બનવા લાગ્યા છે.

આ સ્થિતી સરકારના ધ્યાને આવતા ખેતીની સાંથણીની આપેલ જમીન ૨૦૦ પટભરીને અઘાટ કરવામાં આવી રહી છે. લગભગ તમામ જમીન ખેતીએ ખેતી વેચાણ માટે છુટ છે. ફકત બીનખેતી કરાવે તો પ્રિમિયમ આપવુ પડે. હવે જો રહેણાંક મકાનમાં ૧૦ વર્ષ થયા હોય તો ૧૦૦ ટકા પ્રિમિયમ પરંતુ ત્યાર બાદ ઘટતુ જા અને ૨૫ વર્ષ થયે કોઇ પ્રિમિયમ લેવાતું નથી. જયારે ઉદ્યોગની બાબતમાં સરકારે જમીન આજ સુધીમાં રાહત દરે નહીં પરંતુ જે તે સમયના બજાર ભાવે આપેલ હોય છે. શરૂઆતમાં ૫૦ ટકા પ્રિમિયમ હતુ તે હાલ ૭૫ ટકા છે. જેમ વેચાણ થાય ત્યારે અગાઉ ચુકવેલ રકમ બાદ કરીને બાકીની રકમનું પ્રિમિયમ લેવાય છે. પરિણામે સરકારી જમીનના બદલે લોકો ખાનગી ગમીન પસંદ કરતા થઇ ગયા છે.

આ સ્થિતીમાં સરકાર હવે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મર્યાદિત હકકને બદલે અઘાટ હકક આપવા વિચારે તે ખરેખર અભિનંદનીય પગલુ ગણાશે તેમ અંતમા રમેશભાઇ ટીલારા અને કિશોરભાઇ ટીલારાએ જણાવેલ છે.

(4:06 pm IST)