Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ઉપલાકાંઠેથી ૪૩ પશુઓ ડબ્‍બે પુરાયા : વધુ ૧૯૩ રખડતા - અડચણરૂપ પશુઓ પકડાયા


 રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૯ થી તા.૧૫ દરમ્‍યાન શહેરના વિસ્‍તારો મનહરપુર, ઘંટેશ્વર, રૈયાધાર, શાંતીનગર, સાધુવાસવાણી રોડ, વિગેરે વિસ્‍તારોમાંથી ૨૮ પશુઓ, ઉદ્યોગનગર, વિજય પ્‍લોટ, વિદ્યાનગર તથા આજુબાજુમાંથી ૬ પશુઓ પકડવામાં આવ્‍યા હતા.
જ્‍યારે સવગુણ સોસાયટી, આકાશવાણી ચોક તથા આજુબાજુમાંથી ૫ પશુઓ, નરસિંહનગર, શીલનગર, ગ્રીનલેન્‍ડ ચોકડી, જય જવાન જય કિશાન, શક્‍તિ સોસાયટી, રણછોડનગર, રામાણીપાર્ક, તિરૂપતિપાર્ક, મોરબી રોડતથા આજુબાજુમાંથી ૪૩ પશુઓ,કણકોટ પાટીયા, નાના મૌવા ગામ તથા આજુબાજુમાંથી ૧૧ પશુઓ, સંજયનગર, શ્રીરામ સોસાયટી, પ્રદ્યુમનપાર્ક, શિવમનગર તથા આજુબાજુમાંથી ૫ પશુઓ પકડાયા હતા.
શહેરના વિવેકાનંદનગર, રાજલક્ષ્મી સોસાયટી, નંદાહોલ, તથા આજુબાજુમાંથી ૧૦ પશુઓ, ભોજલરામ સોસાયટી, સહકાર રોડ તથા આજુબાજુમાંથી ૬ પશુઓ, દિવાનપરા તથા આજુબાજુમાંથી ૭ પશુઓ, કોઠારીયા સોલવન્‍ટ તથા આજુબાજુમાંથી ૧૫ પશુઓ તથા અન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ૧૯૩ પશુઓ પકડવામાં આવેલ છે. તેમ મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

 

 

(4:12 pm IST)