Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સાધુવાસવાણી રોડ-વાવડીમાંથી સંભારો-શિખંડ-ખજૂર-છાશ સહિત ૧૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજસ્‍થાની આઇસ્‍ક્રીમ, કેરીનો રસ, પાઇપેનલ સીરપ સહિત પાંચ નમૂના લેવાયા : ૨૬ ધંધાર્થીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસ : ૩૧ ખાણી પીણીના વેપારીને ત્‍યાં ફુડ શાખાનું ચેકીંગ

રાજકોટ, તા. ૧૭:  મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વેસ્‍ટ ઝોનમાં સાધુવાસવાણી રોડ તથા વાવડીના ૮૦ ફુટ રોડ ખાતે આવેલ ૩૧ ખાણી-પીણીના ધંધાર્થિઓની  ચકાસણી હાથ ધરી આ ચકાસણી દરમ્‍યાન ૨૬ પેઢીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસો આપેલ. તેમજ ૧૯  કિ.ગ્રામ. વાસી અખાદ્ય ખોરાકનો સ્‍થળ પર નાશ કર્યો હતો. તેમજ આ ઉપરોકત વિસ્‍તારમાંથી કેરીનો રસ, રાજસ્‍થાની આઇસ્‍ક્રીમ, પાઇનેપલ સીરપ સહિત પાંચ નમુના લેવામાં આવ્‍યા છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
વાસી ખોરાકનો નાશ
વન વીક વન રોડ અંતર્ગત ફુડ વિભાગ દ્વારા રોડ શહેરના સાધુવાસવાણી રોડ વિસ્‍તારમાં (૧) પટેલ જમાવટ પાઉંભાજી-૨ કિ.ગ્રા. વાસી સંભારો નાશ કરેલ તથા સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ. (૨) મોમ્‍મસ ફેન્‍સી ઢોસા -૧ કિ.ગ્રા. વાસી પાસ્‍તા અને ચીઝનો નાશ કરેલ તથા સ્‍ટોરેજ બાબતે નોટી આપેલ. તથા સહજાનંદ ડેરી ફાર્મ-સંગ્રહ કરેલ ૧.૫ કિ.ગ્રા. ડ્રાઇફ્રુટ શિખંડ -૩ ક્રિ.ગ્રા. આઇસકેન્‍ડી, ૧ કિ.ગ્રા. એકસપાયરી ખજૂરનો નાશ કરેલ, રાધિકા ડેરી ફાર્મ ૨૧ પેક (૮.૫ લી.) એક્‍સપાયરી પેકડ છાસ તથા ૧.૫ કિ.ગ્રા. આઇસકેન્‍ડીનો નાશ કરેલ. તેમજ ડેરી ફાર્મ, પાન કોલ્‍ડ્રીંકસ, સાઉથ ઇન્‍ડિયન, મેડીકલ સ્‍ટોર, સુપર માર્કેટના ૨૬ ધંધાર્થીઓને લાયસન્‍સ અને હાઇજીન બાબતે નોટીસ આપવામાં આવી છે.
નમૂના લેવાયા
મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ -૨૦૦૬ મુજબ ૫ નમૂના લેવામાં આવ્‍યા છે. જેમાં  અજંતા અમેરિકન ડ્રાયફ્રુટ આઇસક્રીમ (૭૦૦ એમએલ પેક) ભગવતી આઇસક્રીમ એજન્‍સી, ગોકુલનગર મેઇન રોડ શેરી નં. ૩, કેરીનો રસ (લુઝ) સ્‍થળ : જય ગોકુલ રસ ભંડાર, વેલનાથપરા શેરી નં. -૨૩ , કેરીનો રસ (લુઝ) સ્‍થળ. બાપાસીતારામ ડેરી ફાર્મ, જયજવાન જયકિશાન મેઇન રોડ, જકાતનાકા સામે, મોરબી રોડ, પાઇનેપલ સિરપ (બરફ ગોલાનું) (લુઝ) સ્‍થળ : દ્વારકેશ ડિશ ગોલા-કોઠારીયા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર પાસે તથા સ્‍પેશ્‍યિલ રાજસ્‍થાની આઇસ્‍ક્રીમ (લુઝ) સ્‍થળ : રંગોલી આઇસ્‍ક્રીમ-વર્ધમાન કોમ્‍પ્‍લેક્‍સ, સાધુવાસવાણી સ્‍કૂલ સામે, સાધુવાસવાણી રોડનો સમાવેશ થાય છે.

 

(3:29 pm IST)