Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પિતાએ કરેલ વીલ છુપાવીને ભાઇનો ફલેટ પચાવી પાડવાના કારસા સામે સિવિલ કોર્ટનો મનાઇ હુકમ

વીલ છુપાવી મેળવેલ પ્રોબેટ રદ કરવા ભાઇએ ભાઇ સામે કોર્ટમાં દાદ માંગી'તીઃ એડવોકેટ અતુલ જોષી તથા રાજેન્‍દ્રસિંહ ઝાલાની રજુઆતો-દલીલો માન્‍ય રખાઇ

રાજકોટ તા.૧૭: પિતાએ કરેલ વીલ છૂપાવી ભાઇનો ફલેટ ચપાવી પાડવાના કારસા સામે એટલે કે વિલમાં આપેલ ફલેટનું બીજા ભાઇએ પોતાના નામે કોર્ટમાંથી કઢાવેલ વારસા સર્ટીફીકેટ સામે સિવિલ કોર્ટે મનાઇ હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ગુજ. જયંતિલાલ હરીલાલ દોશીના વારસદાર અરજદાર કોૈશલ દોશીએ તેના ભાઇ કલેન્‍દુ દોશીએ તેઓના પિતાના નામે આવેલ નાના મવાના રેવન્‍યુ સર્વે નં.૭૮ પૈકીની ૪૫૪૮-૧૭ ઉપર આવેલ શહેરી જમીન ટોચ મર્યાદા તળેની મંજુર થયેલ યોજના કે જે ક્રિષ્‍ના પાર્ક તરીકે ઓળખાય છે તે માંહેના ફલેટ નં.સી. ૫/૬ (ચો.મી.આ. ૩૯-૯૨) ની મિલ્‍કતનું વારસા સર્ટીફીકેટ  દિ.પ.અરજી નં.૬૯૪/૨૦૧૩થી મેળવેલ વારસા સર્ટીફીકેટ રદ કરવા રાજકોટના પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજની ર્કોટમાં દાદ માંગી સી.પી.સી. કલમ ૧૫૧ હેઠળ વચગાળાના મનાઇ હુકમની માંગણી કરી હતી.

આ કેસમાં અરજદાર વતી એડવોકેટ અતુલ એચ. જોષી તથા રાજેન્‍દ્રસિંહ એચ.ઝાલાએ એવી રજુઆત કરેલ છે કે, સામાવાળાએ વારસા સર્ટીફીકેટની અરજીમાં અરજદારના પિતાશ્રી વીલ કર્યા વગર અવસાન પામેલ છે. તેવી અસત્‍ય બાબતો કોર્ટ સમક્ષ રજૂ કરેલ છે. હકીકતમાં અરજદાર તથા સામાવાળાના પિતાશ્રી ગુજ. જયંતિલાલ દોશીએ ઉકત મિલ્‍કત સહિત તમામ સ્‍થાવર તથા જંગમ મિલ્‍કત અન્‍વયે તા.૦૭/૦૪/૧૯૯૮ ના રોજ બે સાક્ષીની હાજરીમાં વીલ કરેલ છે જેમાં ગુજ. જયંતિલાલ દોશીએ શ્રી ક્રિષ્‍ના પાર્કનો ફલેટ અરજદાર કોૈશલ દોશીને ફાળવવા ઇચ્‍છા વ્‍યકત કરી છે અને સદરહુ વીલમાં ગુજ. જયંતિલાલ દોશીએ તેમના અવસાન  સુધી કોઇ ફેરફાર કરેલ નથી તેમ છતા સામાવાળા કલેન્‍દુ દોશીએ આ હકીકત છુપાવી સદરહું મિલ્‍કત અંગે તેના નામે લીધેલ વારસા સર્ટીફીકેટ રદ કરવું જોઇએ તેમજ આ મિલ્‍કત સામાવાળા કોઇને ટ્રાન્‍સફર કરે કે કરાવે નહિ તે માટે સામાવાળા વિરૂધ્‍ધ વચગાળાનો મનાઇ હુકમ આપવા માંગણી કરી હતી અને મલીન ઇરાદાથી સામાવાળાએ પચાવી પાડેલ મિલ્‍કતમાં વીલના આધારે અરજદારનો હક્કહિસ્‍સો હોવાની રજુઆતો કરી વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકી સચોટ રજુઆત કરી હતી.અરજદારના એડવોકેટની સચોટ રજુઆતો, દલીલો તથા પુરાવાઓ ધ્‍યાને લઇ પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજશ્રીએ સદરહું કેસ ચાલે ત્‍યાં સુધી વારસા સર્ટીફીકેટની અમલવારી સામે મનાઇ હુકમ  ફરમાવેલ છે.

 આ કેસમાં અરજદાર કોૈશલ દોશી વતી ધારાશાષાી અતુલ એચ. જોષી તથા રાજેન્‍દ્રસિંહ એચ. ઝાલા રોકાયા હતા.

(3:16 pm IST)