Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બેફિકરાઇથી કાર ચલાવી અકસ્‍માત કરી મૃત્‍યુ નિપજાવવાના કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ તા. ૧૭ : આજથી સાતેક વર્ષ પહેલા રાત્રીના પોણા અગીયારના સુમારે મારૂતી ચોક, સત્‍યસાંઇ હોસ્‍પિટલ પાસે મોટર સાયકલ પર જતા રાજેન્‍દ્રભાઇ લીલાધરભાઇ સામાણીને સ્‍વીફટ કારમાં હડફેટમાં લઇ અને ગંભીર ઇજા કરેલ હતી અને હોસ્‍પીટલમાં સારવાર દરમ્‍યાન અકસ્‍માતમા ઇજા પામનારનું મૃત્‍યુ થતા પોલીસે સ્‍વીફટ કાર ચાલક વીરલ ગુણવંતરાય જોષીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ મુકેલ તેની સામે કેસ ચાલી જતા આરોપીને નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલ હતો.

ફરીયાદી હસમુખ લીલાધરભાઇ સામાણી રહે જંકશન પ્‍લોટ વાળાએ માલવીયા નગર પોલસ સ્‍ટેશનમાં ફરીયાદમાં જણાવેલ કે, તેમના બનેવીની લગ્નની રપ મી વર્ષની ઉજવણી હોય, તમામ કુટુંબીજનો નીકળેલ નાનો ભાઇ રાજેન્‍દ્ર નહી પહોંચતા તેના ફોન પર વાત કરતા તેમનુ મારૂતી ચોકમાં અકસ્‍માત થતા ગંભીર ઇજા થયેલ અને અકસ્‍માત કરનાર સ્‍વીફટ કાર વાળા ભાગી ગયેલ અને વોકહાર્ડ હોસ્‍પીટલમાં ઇજા પામનારને દાખલ કરેલ સારવાર દરમ્‍યાન તેમનુ મૃત્‍યુ થયેલ હતું.

આ અંગે ફરીયાદીએ નોંધાવેલ ફરીયાદમાં તપાસ કરનાર પી.એસ.આઇ. એ.સ્‍વીફટ કાર ચાલકની ધરપકડ કરેલ અને તેની સામે પુરાવો ધ્‍યાને લઇ કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું. આ અકસ્‍માતથી બેદરકારીથી કાર ચલાવી અકસ્‍માત કરી મૃત્‍યુ નિપજતા ગુન્‍હો કેસ આરોપી સામે જયુડી. મેજી.શ્રી વાઘવાણી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ છોડી મુકેલ હતો.

આ કામના આરોપી વીરલ ગુણવંતરાય જોષી તરફે કેસ ચાલી જતા આરોપીને નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલ હતો. આ કામમાં રોકાયેલ એડવોકેટ અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્‍પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

(3:13 pm IST)