Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ઝાડા - ઉલ્‍ટી - શરદી - ઉધરસના ૩૫૦થી વધુ કેસ

સપ્‍તાહમાં પાણી જન્‍ય રોગચાળો વર્ક્‍યો : મેલેરિયાના ૧ દર્દી નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૨૪ને નોટીસ

રાજકોટ તા. ૧૬: શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૬૫ વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છર જન્‍ય રોગચાળાના એકેય કેસ નોંધાયા નથી.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ ૯ થી ૧૫ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાનો

એક કેસ નહિ

અઠવાડિયામાં મેલેરિયાનો એક દર્દી નોંધાયો છે. ડેન્‍ગ્‍યુ- ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયા નથી.

શરદી-તાવનાં ૩૫૦થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૮૫ તેમજ સામાન્‍ય તાવના  ૭૧ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૩૬૫ સહિત કુલ ૪૩૩ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૨૪ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૫,૩૩૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૨૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૨૫લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

(3:44 pm IST)