Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે દેખાવોઃ પોલીસ સાથે સંઘર્ષઃ અટકાયત

જીવનજરૂરી ચીજોના ભાવવધારા માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસના કાર્યકરોએ તેલના ડબ્‍બા, ગેસના બાટલા વગેરેના ચિત્રો અને સૂત્રોચ્‍ચાર સાથે વિરોધ વ્‍યક્‍ત કર્યો : આગેવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરે તે પહેલા જ ટીંગાટોળી : ગળામાં લીંબુ-મરચા સહિતની ચીજોનો હાર પહેરી નવતર વિરોધ

રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સવારે પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં બહુમાળી ભવન ખાતે મોંઘવારી વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાતા પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે લડાઇ શરૂ કરવામાં આવી છે. આજે પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં બહુમાળી ભવન ચોકમાં સૂત્રોચ્‍ચાર કરી આヘર્યજનક કાર્યક્રમ યોજવામાં આવતા પોલીસે ૭૦ જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરેલ થોડીવાર પોલીસ અને આગેવાનો વચ્‍ચે ઝપાઝપી જેવા દ્રશ્‍યો સર્જાયેલ પોલીસે ખાટરિયા સહિતના આગેવાનોની ટીંગાટોળી કરી પોલીસના વાહનમાં બેસાડી દીધા હતા. ત્‍યાંથી પોલીસ હેડ કવાર્ટર લઇ જવામાં આવ્‍યા હતા.

રાંધણ ગેસ, પેટ્રોલ-ડીઝલ ઉપરાંત જીવન જરૂરી ચીજ વસ્‍તુઓના ભાવ વધારા માટે જિલ્લા કોંગ્રેસે ભાજપ સરકારને જવાબદાર ગણી તેલના ડબ્‍બા, ગેસના બાટલા વગેરેના ચિત્રો અને સુત્રોચ્‍ચાર સાથે વિરોધ કર્યો હતો.

આશ્ચર્યજનક કાર્યક્રમમાં અર્જુન  ખાટરિયા, ભોળાભાઇ ગોહિલ, વિનુભાઇ ધડુક, શૈલેષ કપુરિયા, દેવેન્‍દ્ર ધામી, ભાવનાબેન ભૂત વગેરે સહિત ૧૦૦ થી વધુ આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન ખાટરીયા પૂર્વ પ્રમુખ હિતેષ વોરા, શૈલેશ કપુરીયા મહામંત્રી પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ સેહનાઝબેન બાબી, સુરેશભાઇ બથવાર પ્રદેશ ડેલિગેટ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડી. પી. મકવાણા પ્રદેશના અગ્રણી દેવેન્‍દ્ર ધામી, ભોળાભાઇ ગોહેલ, અવચારભાઇ નાકીયા, વિનુભાઇ ધડુક જિલ્લા અગ્રણી એન. ડી. જાડેજા જિલ્લા ઉપપ્રમુખ સવજીભાઇ પરમાર અનુસૂચિત જાતી પ્રમુખ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન ભૂત, એન.એસ.યુ.આઇ. પ્રમુખ રોહિત રાજપૂત બક્ષીપંચ જિલ્લા પ્રમુખ કાળુભાઇ સોલંકી જિલ્લા માઇનોરિટી પ્રમુખ બસીરભાઇ પરમાર યતિશભાઇ દેશાઇ મહેન્‍દ્રસિંહ પાળ પીનલબેન સાવલિયા મહામંત્રી શારદાબેન વેગડા પ્રવીણભાઇ મૈયડ, મોહીલ ડવ, મીનાબેન જાદવ વગેરે આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

(3:42 pm IST)