Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડા પહેલા વૃક્ષોનું ટ્રીમીંગ કરાવી સલામતીના પગલા લેવડાવતા પુષ્કર પટેલ

રાજકોટ તા. ૧૭ : શહેરમાં વાવાઝોડાની આગાહીના પગલે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જાહેરમાર્ગો પર જોખમી ડાળીઓ ધરાવતા ઘેઘુર વૃક્ષોનું ટ્રીમીંગ કરાવી સલામતીના પગલા લેવડાવ્યા હતા.

આ અંગે પુષ્કર પટેલે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને સુચન કર્યું હતું કે, ત્રણેય ઝોનમાં ગાર્ડન વિભાગની ટુકડીઓને જાહેરમાર્ગો ઉપર આવેલા જોખમી વૃક્ષોની ડાળીઓ કાપી નાંખવા ટ્રીમીંગની કામગીરી કરાવી વૃક્ષોને સલામત કરાવવા જોઇએ. આ સુચન સંદર્ભે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે સવારથી જ ગાર્ડન ડાયરેકટર ડો. હાપલિયાના માર્ગદર્શન તળે ટ્રીમીંગ તેમજ જે ઝાડ પડી ગયા હોય તેને રસ્તા પરથી દુર કરવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી.

(4:43 pm IST)