Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

થઇ જશે, થઇ જશે પણ કયારે?...પ્રોત્સાહન નહિ હક્ક આપો

કાયમી નિમણુંક આપવાના મુદ્દે સિવિલ હોસ્પિટલના લેબ ટેકનીશિયન-લેબ આસિસ્ટન્ટનું વિરોધ પ્રદર્શન

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે વિવિધ વિભાગોમાં લેબોરેટરી ટેકનીશિયન અને લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓએ કાયમી નિમણુંક કરવાની માંગણી અનેકવખત કરી હોવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતાં આજથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે ૨૦૧૨-૧૩ની સીધી ભરતીથી અમોએ નિમણુંક પ્રાપ્ત કરી છે. ૫+૩ વર્ષ પુરા થવા છતાં અમોને કાયમી નિમણુંક અપાઇ નથી. આ સંદર્ભે અનેકવખત ગાંધીનગર લેખિત અને મોૈખિક રજૂઆતો કરવા છતાં સંતોષકારક જવામ મળતો નથી. વૈશ્વિક મહામારીમાં અમોને કોરોના વોરિયર્સ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. એક વર્ષથી અમે પરિવારજનોની ચિંતા કર્યા વગર સતત ફરજ બજાવી છે. નિષ્ઠાપુર્વક કામ કર્યુ છે. અમારી ૭/૫/૨૧ની રજૂઆત પછી પણ અમોને ન્યાય ન મળતાં આજ ૧૭મીથી અચોક્કસ મુદ્દતના પ્રતિક ઉપવાસ પર જવું પડ્યું છે. થઇ જશે થઇ જશે પણ કયારે?...પ્રોત્સાહન નહિ હક્ક આપો...કાયમી નિમણુંક આપો...એ સહિતના બેનર્સ સાથે આજે સિવિલ-પીડીયુ કોલેજના ૩૫ કર્મચારીઓને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:37 pm IST)