Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોરોના મહામારીમાં સારવાર લેનાર ૧પ૦૦ ઉપરાંતના વકીલોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત બે કરોડની સહાય ચુકવશે

આ અગાઉ મૃત્યુ પામનારાઓના કિસ્સામાં ૭પ લાખની સહાય ચુકવવાનો નિર્ણય લેવાયેલ

રાજકોટ, તા., ૧૭: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી હીરાભાઇ એસ.પટેલ વાઇસ-ચેરમેન શ્રી શંકરસિંહ એસ.ગોહીલ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા રૂલ-૪૦ કમીટીના ચેરમેન શ્રી દિલીપભાઇ કે.પટેલ સભ્ય શ્રી દિપેન કે.દવે, શ્રી કરણસિંહ બી.વાઘેલા તથા એડમીનીસ્ટેટીવ કમીટીના સભ્ય શ્રી અનિલ સી.કેલ્લા શ્રી અનિલ સી.કેલ્લા સહીતનાઓની સંયુકત વરચ્યુઅલ મીટીંગ યોજાયેલ. જેમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના વેલ્ફેર ફંડના સભ્ય હોય અને નિયમીત વેલ્ફેર ફંડની ફીની ચુકવણી કરી હોય તેવા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીમાં તાકીદે મૃત્યુ સહાય અને માંદગી સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ. આ અગાઉ મૃત્યુ પામનારાઓનાં કિસ્સામાં ૭પ લાખની સહાય ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતમાં નિયમીત પ્રેકટીસ કરી રહેલા આશરે ૧૦,૦૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીનો ભોગ બનેલ હોય તેમના હોમ આઇસોલેશન દરમિયાન તેમજ હોસ્પીટલમાં સારવાર લીધી હોય તે સમય દરમિયાન મેડીકલ ખર્ચ કરેલ હોય તેમને આર્થિક સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા એડવોકેટસ વેલ્ફેર કમીટી ફોર ધી સ્ટેટ એટલે કે માંદગી સહાય સમીતીને તે રકમ ચુકવવા માટે ભલામણ કરવામાં આવેલ. બા કાઉન્સીલ ઓફ ઇન્ડીયા એડવોકેટસ વેલ્ફેર કમીટી ફોર ધી સ્ટેટની તા.ર-પ-ર૦ર૧, તા.૬-પ-ર૦ંર૧ તથા આજ રોજ તા.૧પ-પ-ર૦ર૧ના રોજ મળેલ ત્રણ મીટીંગમાં આશરે ૧પ૧૦ જેટલા કોરોના મહામારીમાં ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓની અરજીઓ આવેલ. જે અરજીઓમાં જે ધારાશસ્ત્રીઓ હોસ્પીટલાઇઝ થયેલ હોય અને રૂ.૩૦,૦૦૦ ઉપરાંતનો ખર્ચ થયેલ હોય તેવા ધારાશાસ્ત્રીઓને રૂ. ૩૦,૦૦૦ માંદગી સહાય આપવામાં આવેલ. તેમજ જે ધારાશાસ્ત્રીઓએ રૂ. ૩૦,૦૦૦ની મર્યાદામાં ખર્ચ કરેલ હોય તેમને રૂ. ૩૦,૦૦૦ની મર્યાદામાં રકમ ચુકવવામાં આવેલ. તેમજ આ સિવાયના જે ધારાશાસ્ત્રીઓએ હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હોય અને મેડીકલ બીલ રજુ કરી ચુકેલ ન હોય તેવા ધારાશાસ્ત્રીઓને રૂ.૧૦,૦૦૦ ચુકવવાનો નિર્ણય કરેલ.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં આજદિન સુધી ૧પ૧૦ જેટલી અરજીઓ પર આશરે રૂપીયા બે કરોડ જેટલી રકમ ગુજરાતમાં પ્રેકટીસીંગ કરતા ધારાશાસ્ત્રીઓને ચુકવવામાં આવેલ તથા આશરે રર૧ જેટલા ધારાશાસ્ત્રીઓને રૂ. ૩૦,૦૦૦ કરતા વધુ ખર્ચ થયો હોય તેમને વધુ સહાય મળે તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો ઇન્ડીજન્ટ કમીટીને ભલામણ કરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોરોના મહામારીની પ્રથમ લહેરમાં રોલ પર નોંધાયેલા આશરે ૧ર,૦૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓને રૂપીયા છ કરોડ જેટલી આર્થીક સહાય ચુકવવામાં આવેલ. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગત મીટીંગમાં ૧૪ જેટલા કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને તાકીદે રૂપીયા એક લાખ મૃત્યુ સહાય પેટે ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વધુ ૨૩ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ ધારાશાસ્ત્રીઓના વારસદારોને હવે પછી મળનારી એડમીનીસ્ટેટીવ કમીટીની મીટીંગમાં હોય પર ધરવામાં આવશે તેમ જણાવેલ છે.

(4:36 pm IST)