Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોરોના ઉપર હાવી થવું જ પડશે : આર.સી.ફળદુ

મારો વોર્ડ, કોરોના મુકત વોર્ડ અભિયાન હેઠળ રાજકોટમાં મિટીંગ યોજાઇ

રાજકોટ : રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે અને નાગરિક સુરક્ષિત થાય તેવા શુભ આશયથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 'મારૃં ગામ, કોરોના મુકત ગામ' અને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં 'મારો વોર્ડ, કોરોના મુકત વોર્ડ' અભિયાનનો રાજયભરમાં પ્રારંભ કરેલ છે.  જે અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયા, મેયર ડાઙ્ખ. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નગરપાલિકાઓના રિજીયોનલ કમિશનર સ્તુતિ ચારણ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર બી.જી. પ્રજાપતિ, સી.કે. નંદાણી, એ.આર. સિંહ, અને રૂડાના સી.ઈ.એ. ચેતન ગણાત્રા જુદી જુદી નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રના પ્રભારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ઉપસ્થતિ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ અને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરેલ. આ પ્રસંગે રાજયના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવેલ કે, રાજકોટ શહેરની ટીમ દ્વારા આખું માળખું રચી એક વર્ષથી વધુ સમય વધુ સમયથી કામગીરી કરવામાં આવી રહેલ છે તે બદલ રાજય સરકાર વતી વંદન સાથે અભિનંદન પાઠવેલ. હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ કોરોના ઉપર આપણે હાવી થવું જ પડશે. ડે.કમિશનર શ્રી બી.જી પ્રજાપતિએ મીટીંગના અંતે આભાર દર્શન કરેલ. બેઠક પૂર્ણ થયા બાદ રાજયના માન.મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અને અધિકારીશ્રીઓએ સમરસ કોવીડ સેન્ટર અને વિજય પ્લોટમાં સ્થિત ગુર્જર સુથાર જ્ઞાતિ સંચાલિત કોવીડ કેર સેન્ટરની સ્થળ વિઝીટ કરેલ.

(4:30 pm IST)