Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડા સંદર્ભે ભાજપ દ્વારા ર૪ કલાકનો કંટ્રોલ રૂમ

'તૌકતે' ની આગાહી અન્વયે તકેદારીના ભાગરૂપે બેઠક યોજાઇ : ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ તથા કમલેશ મિરાણીએ કુદરતી આપતીને પહોંચી વળવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું : વોર્ડવાઇઝ ટીમો તૈનાત

રાજકોટ તા. ૧૭ : આગામી તા.૧૭ થી ૧૯ ના રોજ સંભવિત 'તૌકતે' વાવાઝોડાની આગાહીના સંદર્ભે  તકેદારીના ભાગરૂપે તેમજ કુદરતી આપતિની પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ડો.પ્રદીપ ડવ, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાયેલ હતી.

આ બેઠકમાં સંભવિત વાવાઝોડાની આગાહીને ઘ્યાનમાં રાખીને તકેદારીના પગલા ના ભાગરૂપે ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, કમલેશ મિરાણી, ગોવીંદભાઈ પટેલએ જણાવેલ કે તૌકતે વાવાઝોડુ આજે રાત્રે ગુજરાત આવી પહોચશે અને ૧પપ–૧૬પ કી.મી.ની સ્પીડથી પવન ફુંકાવાની આગાહી છે ત્યારે તકેદારીના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓ જર્જરીત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષીત સ્થળે પહોચાડવા, જરૂરી રાશન, દવાઓ, બીમાર, વૃઘ્ધો, સર્ગભા સ્ત્રીઓ માટે ઈમરજન્સી જરૂર પડે તેવા ડોકટર તથા દવાખાના ફોન નંબરની માહિતીની વ્યવસ્થા જાળવવા, લોકોને વિજળીના થાંભલા તથા વિજવાયરોથી દુર રહેવા, નીચાણવાળા વિસ્તારો, નદી કાઠાના વિસ્તારોમાં રહેલા લોકોને સુરક્ષીત સ્થાને પહોચાડી તેમને ભોજન સહીતની વ્યવસ્થા કરાવવા તેમજ સ્થાનીક વહીવટી તંત્ર સાથે સંકલન સાધી સહકાર આપવા સહીતનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. તેમજ વોર્ડવાઈઝ પાર્ટીના આગેવાનો સર્તક રહી જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ બનશે તેમજ આ વાવાઝોડા અંતર્ગત રાજકોટ મહાનગરની સંપુર્ણ વ્યવસ્થા જેમાં કલેકટર, પીજીવીસીએલ, પોલીસ અને કોર્પોરેશન સાથે ધનસુખ ભંડેરી( ૯૯૦૯૦૩૧૩૧૧), નિતીન ભારઘ્વાજ (૯૮ર૪૪૩૦૪૩), મોહનભાઈ કુંડારીયા(૯૮રપ૦૦પ૩૮૬),રામભાઈ મોકરીયા (૯૯રપ૧૧૮૯૯૯), અંજલીબેન રૂપાણી ( ૯૪ર૮ર૦૯૯૭૭)  સંભાળશે તેમજ કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી (૯૭૧૪૭૦૭૧૧૩), મહામંત્રી જીતુ કોઠારી (૯૮રપ૦૭૬૩૧૬), અનીલભાઈ પારેખ (૯૪ર૭૪૯૭પ૯૬), હરેશ જોષી(૯૪ર૬૯પ૯પ૬પ) સહીતના વ્યવસ્થા સંભાળશે, તેમજ વોર્ડવાઈઝ વોર્ડ નં.૧,ર,૩ માં નરેન્દ્રસિહ  ઠાકુર (૯૮ર૪૮૦૧૯૧૯), વોર્ડ નં.૪,પ,૬ કિશોર રાઠોડ (૯૮ર૪ર૯૧૬૯૬), વોર્ડ નં.૭, ૮ કશ્યપ શુકલ (૯૮ર૪૩૦૦૯૯૯), વોર્ડ ૯ પુષ્કર પટેલ (૯૮૭૯૩૭૭૭૭૭), વોર્ડ નં.૧૦ બીનાબેન આચાર્ય (૯૮૯૮ર૧૧૬૦૬), વોર્ડ નં.૧૧,૧ર,૧૮ માં લાખાભાઈ સાગઠીયા (૯૮ર૪ર૩૯ર૪૪), ભાનુબેન બાબરીયા(૯૯૦૪૩૪૩૩ર૧) ,રાજુભાઈ બોરીચા( ૯૬ર૪૦૩૯૩૯પ), વોર્ડ નં.૧૩,૧૭ ગોવીંદભાઈ પટેલ (૯૮ર૪૪પ૧પપ૬), વોર્ડ નં.૧૪ માં ઉદય કાનગડ (૯૯૦૯૯૯ર૪૦૪), વોર્ડ નં.૧પ,૧૬ માં અરવીંદ રૈયાણી (૯૮૭૯૧૬રપ૪પ) સંભાળશે તેમજ કોર્પોરેશન ખાતેથી મેયર ડો. પ્રદીપ ડવ (૯૯ર૪૮૦૦૦૦૧) સહીતના પદાધિકારીઓ અને તેની ટીમ વોર્ડવાઈઝ અન્ય વ્યવસ્થા સંભાળશે.અને શહેર ભાજપ કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ ર૪ કલાક કાર્યરત રહેશે. 

આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો,મોરચાના હોદેદારો સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(4:30 pm IST)