Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

દેવનગર સુચિત સોસાયટીના લોકોની કલેકટર સમક્ષ ધાઃ અમને ખોટી રીતે હેરાન કરાય છે...

૩૦ થી ૩પ વર્ષથી રહીએ છીએઃ મામલતદારને સૂચિત અંગે અરજીઓ આપી છે

રાજકોટ તા. ૧૭ :.. દેવનગર સુચિત સોસાયટીના ગરીબ વર્ગના લોકોએ આજે કલેકટરને આવેદન પાઠવી દેવનગર સુચિત સોસાયટીમાં એક પરિવાર દ્વારા અમોને માનસિક ત્રાસ અપાય છે. તથા અમારી સાથે છેતરપીંડી તથા વિશ્વાસ ઘાટ કરેલ હોય તે અંગે તાત્કાલીક ધોરણે પગલા લેવા માંગણી કરી હતી.

કલેકટરને આવેદનમાં જણાવેલ કે, રાજકોટ દેવનગર સુચિત સોસાયટી નાનામવા મેઇન રોડ હોન્ડા શો-રૂમની સામે આવેલ છે. તેમાં ૧૭ર પ્લોટ હોલ્ડરોનાં મકાન આવેલ છે. એક પરિવારો દ્વારા આ જમીન પ્લોટ પાડી નકશો બનાવી પોતે વેચાણ આપેલ છે. તેને પણ ૩૦ થી ૩પ વર્ષ થયા છે. જેના આધારો પ્લોટ વેચાણ અંગે, સાદા કાગળ ઉપર લખાણ કરી સહી કરી આપેલ છે.

અહીં ૩૦ થી ૩પ વર્ષનું રહેણાંક છે. રહેણાંક અંગે  વ્યકિતગત લાઇટ બીલ તથા મકાન વેરો ભરાય છે. આમ છતાં આટલા ૩૦ થી ૩પ વર્ષ બાદ તેઓ પરિવારના અમારા ઉપર કોર્ટે કેસ કરી હેરાન - પરેશાન કરી રહ્યા છે.

તો આપ સાહેબને વિનંતી કે આપ સાહેબ સ્થળ ઉપર આવી તપાસ કરી સોસાયટીના સભ્યોને વ્યકિત ગત પુછપરછ કરી. કાગળો તપાસી અમોને ન્યાય આપવા અમારી લતાવાસીઓની વિનંતી છે.બીજુ અમોએ સરકારશ્રીના ઠરાવ પરિપત્ર જાહેરનામાનાં આધારે સુચિત સોસાયટીઓનાં રહેણાંક મકાન કાયદેસર કરવા મળેલ સુચના મુજબ અમોએ નિયત નમુનામાં અરજી કરી મામલતદાર (દક્ષિણ) તે આધાર પુરાવા સાથે અરજી કરેલ છે. તેમના તરફથી પ્લોટ મોજણી પણ થયેલ છે.

તેના રૂ. ૩૦૦ મોજણી ફી પણ સરકારશ્રીના હેડે ભરવા હુકમ મળતા આ રકમ પણ ભરી આપેલ છે. તો આપ સ્થળ તપાસ કરી યોગ્ય ન્યાય આપવા અમારી વિનંતી છે.

(3:57 pm IST)