Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

શહેરને ચોખ્ખુ ચણાંક બનાવવા સ્વચ્છતા પાકિટનું વિતરણ

મ્યુ. કોર્પોરેશન દ્વારા પાનના ધંધાર્થીઓ, ટુ વ્હીલર - ફોર વ્હીલર વાહનનો ડીલરો, રીક્ષા એસોસીએશન સાથે મીટીંગ યોજાઇ : રોટરી કલબ ઓફ દ્વારા ૨૫ હજાર પાકિટ વિનામૂલ્ય આપશે

રાજકોટ તા. ૧૭ : શહેરના જાહેર માર્ગો પર વાહન ચાલકો તથા મુસાફરો દ્વારા ચાલુ વાહને કચરો ફેંકી ગંદકી ફેલાવતી અટકાવવા 'સ્વચ્છતા પાકીટ'નો ઉપયોગ કરતા થાય તે હેતુથી શ્રી કમિશનરના અધ્યક્ષ સ્થાને મધ્ય ઝોન કચેરી મિટીંગ યોજાઇ હતી.

આ મિટીંગમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનોના ડીલરો ને તેમના વેંચાણ થતા નવા વાહનોમાં આ 'સ્વચ્છતા પાકીટ ' બનાવી વિનામુલ્યે આપવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ રીક્ષા એશોસીએશન ને તેમના વાહનોમાં તથા પાનની દુકાનના ધંધાર્થીઓને તેમની દુકાનમાં આ 'સ્વચ્છતા પાકીટ' રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું. હાલમાં રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા કુલ-૨૫૦૦૦ નંગ 'સ્વચ્છતા પાકીટ' બનાવવામાં આવેલ છે. જે વિનામુલ્યે  'અરહમ' ૩/૬ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, નિર્મલા કોન્વેંટ સ્કુલની સામે, રાજકોટ ના સરનામેથી મેળવી શકાશે. 

ઉપરોકત મિટીંગમાં રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ ડો. હીતાબેન મહેતા, રાજકોટ શહેરના ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનોના ડીલર, રીક્ષા એશોસીએશન, પાનની દુકાનના ધંધાર્થીઓ વિગેરે તથા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનરે સી. બી. ગણાત્રા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

(3:51 pm IST)