Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ત્રીજા દિવસે પણ ૧II કલાકમાં ટ્રાફિક નિયમોના ભંગના ૧૫૨૧ કેસઃ ૧.૬૦ લાખનો દંડ વસુલાયો

આજીડેમ ચોકડી, અમુલ ચોકડી, હુડકો ચોકડી, ભકિતનગર સર્કલ, કોઠારીયા ચોકડી, સોરઠીયા વાડી સર્કલે ડ્રાઇવ યોજવામાં આવી

રાજકોટઃ શહેરમાં ટુવ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરતાં કરવા માટે શહેર પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે. તે અંતર્ગત આજે ત્રીજા દિવસે પણ વાહન ચેકીંગ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં દોઢ કલાકમાં હેલ્મેટ તથા ટ્રાફિક નિયમના ભંગ સબબ ૧૫૨૧ કેસ કરીને કુલ રૂ. ૧,૬૦,૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આજીડેમ ચોકડી, અમુલ ચોકડી, હુડકો ચોકડી, ભકિતનગર સર્કલ, કોઠારીયા ચોકડી, સોરઠીયા વાડી સર્કલ ખાતે આજે સવારે દસથી સાડા અગિયાર સુધી ડ્રાઇવ યોજાઇ હતી. ટુવ્હીલર વિક્રેતાઓ પણ ગ્રાહકને  વાહનની સાથે જ હેલ્મેટ વેંચાણ કરે તેવી અપિલ કરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની દેખરેખ અને સુપરવિઝનમાં ટ્રાફિક પોલીસ તથા પૂર્વ વિભાગના પોલીસ મથકોના પીઆઇ, પીએસઆઇની ટીમો દ્વારા આ ચેકીંગ ઝુંબેશ થઇ હતી.

(3:49 pm IST)