Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વૃધ્ધાશ્રમમાં બાળકોનો કિલકિલાટ

અખિલ હિંદ પરિષદ રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે '' દાદાનો ડંગોરો'' ની જુની ઉકતીને સાર્થક કરતો ભુલકાઓ અને દાદા-દાદીજીઓનો સંગમનો જ ભાવવાહી કાર્યક્રમ યોજાયો હતો. રામનાથપરા સહિત તેમજ લોધેશ્વર સહિતના વિસ્તારોમાં શ્રમિકવાલીઓના સંતાનોને માટે બાલ સંસ્કાર પ્રવૃતિ શેરી શાળા ચાલે છે. તેમાં આર્થિક પછાત પરિવારના બાળકોનાં સર્વાગી વિકાસ માટેનો યજ્ઞ આરંભાયેલ છે, આ બાળકોને રમણીક કુંવરબા આશ્રમના પ્રવાસે લઇ જવાયા હતા. અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ ડો. ભાવનાબેન જોશીપુરાએ તૈયાર કરેલ આ વિશિષ્ટ કાર્યક્રમને સંકલ્પનાસાકાર કરવામાં અલ્પેશભાઇ, અલ્કેશભાઇ, કુશુમબેન, શિલાબેન, રેશમાબેન, ભાવનાબેન જરીયા તેમજ તૃપ્તીબેન જાનીએ સહયોગ કર્યો હતો.  ભુલકાઓએ ચકરડી થી લઇ વિવિધ રાઇડઝ તેમજ વિસરાતી જતી રમતોનો આનંદ લીધો હતો.

(3:49 pm IST)