Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

આજીડેમ ચોકડી પાસેથી ભાવેશ બીયરના ૪૩૨ ટીન સાથે ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશ મંઢ, નિશાંત પરમાર તથા અજીતસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૧૭: આજીડેમ ચોકડી પાસેથી એક શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે બીયરના જથ્થા સાથે ઝડપી લીધો છે.

આજીડેમ ચોકડી પાસે નકલંક પાર્ક-૩માં રહેતાં ભાવેશ દેહાભાઇ ડાભી (ઉ.૨૩) નામના કોળી શખ્સે પોતાના ઘરમાં બીયરનો જથ્થો ઉતાર્યો હોવાની પાક્કી બાતમી ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર અને અજીતસિંહ પરમારને મળતાં પી.એસ.આઇ. એ.એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. હરદેવસિંહ રાણા તથા જેને બાતમી મળી એ કર્મચારીઓની ટીમે દરોડો પાડી તપાસ કરતાં ઘરમાંથી હેવર્ડ ૫૦૦૦ બ્રાન્ડના બીયરના ૪૩૨ ટીન રૂ. ૪૩૨૦૦ના મળતાં કબ્જે કરી ભાવેશની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ દારૂના કેસ શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત ટીમે આ કામગીરી કરી હતી. ભાવેશ છુટક મજૂરી કરે છે. બીયરનો જથ્થો કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે. તસ્વીરમાં ઝડપાયેલો શખ્સ બીયરના બોકસ સાથે અને પીએસઆઇ સોનરા તથા ટીમ જોઇ શકાય છે.

(3:43 pm IST)