Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ફરિયાદ ચલાવતા પહેલા ૨૦ ટકા રકમ આરોપીને જમા કરાવવાની અરજી નામંજુર

રૂ.૨૪ લાખના ચેકરિર્ટનના ત્રણ કેસોમાં જુદાજુદા કેસોમાં

રાજકોટ, તા.૧૭: ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-૧૩૮નાં ગુન્હામાં કાયદામાં આવેલ નવા સુધારા મુજબ કલમ ૧૪૩(એ)ની સબ સેકશન (૧)મુજબ આરોપીએ ચેકની રકમનાં ૨૦ ટકા. કોર્ટમાં જમા કરવવી તે સુધારા મુજબ ફરીયાદી સુભાષભાઇ મુળુભાઇ જલુએ કોટડાસાંગાણીનાં આરોપી રાજેશભાઇ મૈયાભાઇ ચોરીયા ત્રણ કેસની કુલ રકમ રૂ.૨૪,૦૦,૦૦૦/-નાં ૨૦ ટકા જમાં કરવાની અરજી એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી. પડીયાએ ફરીયાદીની અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી સુભાષભાઇ મુળુભાઇ જલુ કે જે રાજકોટનાં હાથીખાના મેઇન રોડ પર રહે છે તેઓ એ રાજકોટના કોટડાસાંગાણી મુકામે રહેતા રાજેશભાઇ મયાભાઇ ચોરીયાને ધંધાનાં વીકાસ માટે હાથ ઉછીનાં રૂપિયા ચોવીસ લાખ પુરાની પ્રોમીસરી નોટનાં આધારે ચેકની રકમ રૂ. ૯,૦૦,૦૦૦/-નાં બે ચેક તથા રૂ. ૬,૦૦,૦૦૦/-નો એક ચેક જે મળી કુલ રકમ રૂ. ૨૪,૦૦,૦૦૦/- નાં ત્રણ જુદા-જુદા ચેક રીર્ટન થતા ચેક રીર્ટનનાં કુલ ત્રણ કેસ નામ. કોર્ટમાં કરેલ જેમાં ધી નેગોસીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮નાં ગુન્હામાં કાયદામાં આવેલ નવા સુધારા મુજબ કલમ ૧૪૩(એ)ની સબ સેકશન(૧)મુજબ આરોપીએ ચેકની રકમનાં ૨૦ ટકા રકમ નામ. કોર્ટમાં જમા કરાવવી તે સુધારા મુજબ ફરીયાદી સુભાષભાઇ મુળુભાઇ જલુએ કોટડાસાંગાણીનાં આરોપી રાજેશભાઇ મયાભાઇ ચોરીયા સામે ત્રણ કેસ દાખલ કરેલ જેની કુલ રકમ રૂ.૨૪,૦૦,૦૦૦/-નાં ૨૦ ટકા રકમ આરોપી જમા કરાવે તેવી અરજી એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી. પડીયા સમક્ષ કરતા ફરીયાદીની અરજીની બન્ને પક્ષોની દલીલ સાંભળી અને ૨૦ ટકા રકમ આરોપીએ જમાં કરવાની અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ.

આરોપી પક્ષે થયેલ દલીલોને ધ્યાને લઇ હુકમમાં કોર્ટે જણાવેલ કે ફરીયાદ પક્ષે પોતાનો નાણાનો સ્ત્રોત રજુ કરેલ નથી, ફરીયાદી પાસે રૂ. ૨૪,૦૦,૦૦૦/- હતા કે નહી તે સાબીત કરવાનો બોજો તેમની ઉપર છે, ફરીયાદીએ ચોકકસ પુરાવાથી તેઓની પાસે મુદત તારીખે રૂ.૨૪,૦૦,૦૦૦/- હતા કેનહી તે પ્રથમ સાબીત કરવુ પડે. જેથી તે પુરાવાનો વિષય હોય આરોપીને બચાવ કરવા યોગ્ય તક મળી રહે માટે ફરીયાદીની અરજી નામંજુર કરવામાં આવેલ હોવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી તરફે એડવોકેટ તરીકે યુવા ધારાશાસ્ત્રી શ્રી રાજેશ બી. ચાવડા, કે.બી.ચાવડા, જયોતી શુકલ, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયના મઢવી, હેમા સોલંકી વીગેરે રોકાયેલા હતા.

(3:43 pm IST)