Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રીના આરોગ્ય શાખાનું ચેકીંગઃ ર૮ કિલો મીલ્ક શેઇક-માવાનો નાશ

કાલાવડ રોડ , ૧પ૦ ફુટ રોડ, નાનામવા, ભકિતનગર સર્કલ, અમીન માર્ગ સહિતના વિસ્તારમાં ૭૭ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગઃ ર૯ને નોટીસ : વૃંદાવન ડેરી ફાર્મ, રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. મિલ્ક, જલારામ ગોલા એન્ડ ફાસ્ટફુડ, સત્ય વિજય પટેલ આઇસ્ક્રીમ, પાટીદાર ગોલાવાલા, પટેલ આઇસ્ક્રીમ, રાજદીપ આઇસ્ક્રીમ માંથી મલાઇ, સીરપ, આઇસ્ક્રીમ, દુધ સહીતના ૧૪ નમુના લેવાયા

રાજકોટ તા. ૧૭ :.. ઉનાળાની સીઝનમાં શહેરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ખાદ્યપદાર્થના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ ચેકીંગ દરમિયાન રાત્રી સમયમાં ૭૭ રેંકડીઓમાંથી માવા મલાઇ, મિલ્કત શેઇક સહિત કુલ ર૮ કિલો અખાધ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સીરપ, મલાઇ, આઇસ્ક્રીમ તથા દૂધ સહિતના ૧૪ નમૂના લેવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડના જણાવ્યા મુજબ આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા પાણીજન્ય  રોગચાળો અટકાવવા શહેરના વિવિધ વિસ્તારમાં ખાધ પદાર્થોના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

આ ચેકીંગ દરમ્યાન મલાઇ સીરપ, સ્ટ્રોબેરી ફલેવર સીન્થેટીક સીરપ-જલારામ ગોલા એન્ડ ફાસ્ટ ફુડ સ્વામિનારાયણ ચોક પાસે, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, મલાઇ-પાટીદાર ગોલાવાલા-એચ.પી. પેટ્રોલપંપ સાથે, યુનિવર્સિટી રોડ માંથી , રાતરાણી ફલેવર સીન્થેટીક સીરપ-વિર ભગતસિંહ શોપીંગ સેન્ટર-કોઠારીયા રોડમાંથી, બદામ પીસ્તા આઇસ્ક્રીમ-શ્રી સત્ય વિજય પટેલ આઇસ્ક્રીમ ૪-ક્રિસન્ટ કોમ્પલેક્ષ, રેસકોર્ષ મેઇન રોડ પરથી, રોસ્ટેડ આલમન્ડ આઇસ્ક્રીમ-રાજદીપ આઇસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસ શોપ-૪-ક્રિસન્ટ કોમ્પ્લેક્ષ, રેસકોર્ષ રીંગ રોડમાંથી, કાજુ દ્રાક્ષ આઇસ્ક્રીમ-પટેલ આઇસ્ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડમાંથી, અમુલ તાજા પેસ્યચરાઇઝડ ટોન મિલ્ક (પ૦૦ મી.લી. પેડક) તથા રાજકોટ, અમુલ શકિત પેસ્યરાઇઝડ હોમોજીનીયર મિલ્ક (પ૦૦ મિ.લી. પેડક), અમુલ ગોલ્ડ-પેસ્યરાઇઝડ ફુલ ક્રીમ મિલ્કત (પ૦૦ મિ.લી. પેડક), અમુલ-ટી સ્પેશ્યલ (૧ લી. પેડક), અમુલ પેસ્યરાઇઝડ કાઉ મિલ્કત (પ૦૦ મી.લી. પેડક) તથા   અમુલ શકિત પેસ્યરાઇઝડ સ્ટાન્ડર્ડાઇઝડ મિલ્ક (પ૦૦ મી.લી. પેડક) વૃંદાવન ડેરી ફાર્મ-સહકારનગર મેઇન રોડમાંથી તેમજ  અમુલ ગોલ્ડ - પેસ્યરાઇઝડ કુલ ક્રિમ મિલ્ક (પ૦૦ મી.લી. પેકડ) - અમુલ તાજા પેસ્યરાઇઝડ ટોન મિલ્કત (પ૦૦ મિ.લી. પેકડ), ગોકુલડેરી ફાર્મ એન્ડ આઇસ્ક્રીમ પાર્લર, ક્રિષ્નાનગર મેઇન રોડ સ્વામી નારાયણ ચોક સહિત કુલ ૧૪ નમૂના લેવામાં આવ્યા છે. આ નમુના પરિક્ષણ અર્થે રાજય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં લેવામાં આવ્યા છે.

ખુલ્લા વેચાતા ખાધ પદાર્થોમાં ચેકીંગ

ઉનાળાની ઋતુ દરમ્યાન તથા ખોરાકજન્ય અટકાયતી પગલાનાં ભાગરૂપે ફુડ સેફટી ઓફિસરો દ્વારા કાલાવાડ રોડ, ૧પ૦ રીંગરોડ, અમીન માર્ગ, નાના મૌવા ચોકડી,  ભકિતનગર સર્કલમાં રાત્રી રાઉન્ડ દરમ્યાન આવેલ ૭૭ રેંકડીમાં સઘન ચકાસણી હાથ ધરેલ છે. તેમજ ફુડ ચેકીંગ કામગીરી દરમ્યાન જોવા મળેલ ક્ષતીઓ બાબતે હાઇજીનીક કન્ડીશન્સની ર૯ આસામીઓને નોટીસ તેમજ ર૮ કિ. ગ્રા. અખાદ્ય માવો, માવા મલાઇ, મિલ્ક શેઇકનો નાશ કરેલ છે.

(3:26 pm IST)