Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

'સૌની યોજના'ના નામે રાજકોટવાસીઓની બનાવટઃ અવારનવાર પાણીકાપઃ વિપક્ષી નેતાનો આક્ષેપ

રાજકોટઃ. આજે નર્મદા પાઈપલાઈન તૂટતા વોર્ડ નં. ૧૮માં સર્જાયેલ પાણીના ધાંધીયા સંદર્ભે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ શાસક પક્ષ ભાજપ સામે આક્ષેપો કરતા એક નિવેદનમાં જણાવ્યુ છે કે, શાસકોએ સૌની યોજનાના નામે રાજકોટવાસીઓની બનાવટ કરી છે કેમ કે અવારનવાર આ પ્રકારે ટેકનીકલ ખામીઓ સર્જાય છે અને કેટલીક વખત ખોટા બહાના હેઠળ ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવાય છે ત્યારે શહેરીજનોને નિયમીત ૨૦ મીનીટ દરરોજ પાણી નહિ મળે તો આ મુદ્દે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી શ્રી સાગઠિયાએ નિવેદનના અંતે ઉચ્ચારી છે.

(3:25 pm IST)
  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • જામનગરમાં ભાનુશાલી દિપક જોઈશરની અંગત અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ :હત્યામાં સંડોવાયેલ શખ્શ પણ ભાનુશાલી હોવાની આશંકા ;અંગત અદાવતમાં છરીના ઘા ઝીક્યાં : હુમલાખોર હત્યાનો આરોપી ટૂંકસમયમાં પોલીસના સંકજામાં આવે તેવી શકયતા : access_time 11:35 pm IST

  • રાજકોટ કલેકટર તંત્રમાં બીનખેતી ઓન લાઇનમાં હવે નવો સોફટવેરઃ ૩૦૦ અરજીઓ આવી... : રાજકોટ કલેકટર કચેરીમાં NIC ગુજરાત સરકારનો બીનખેતી ઓનલાઇનમાં હવે નવો સોફટવેરઃ ત્રણ મહિનામાં ૩૦૦ અરજીઓ આવીઃ ફરીયાદનો ધડાધડ નિકાલઃ આ પહેલા ટાટા કંપનીનો જૂનો સોફટવેર હતો. નવા સોફટવેરમાં કરેકશન શકય બન્યું: ઇન્ટીમેશન લેટર અને OTP પણ અરજદારને સાથોસાથ- અને હવે પાર્ટીની ફાઇલ કયાં છે તે પણ નહી જોઇ શકાય.. access_time 3:45 pm IST