Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડતાં યુવતિના દેહના ટૂકડાઃ વાલીની શોધખોળ

આશરે ૨૫ થી ૩૦ વર્ષની વયઃ હાથ પર ગુજરાતીમાં પ્રિયાંસી અને અંગ્રેજીમાં 'એ. કે.' ત્રોફાવેલાઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ ચોકડી ક્રિષ્ના પાર્ક હોટેલ સામે માલધારી ફાટક પાસે સાંજે એક યુવતિ ટ્રેન હેઠળ આવી જતાં દેહના ત્રણેક ટૂકડા થઇ ગયા  હતાં. આ યુવતિની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

અજાણી યુવતિ કપાઇ ગયાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ સી.એસ. પટેલ અને રાઇટર કિરીટભાઇ રામાવતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક યુવતિની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની લાગે છે. તેણે ડાબા હાથમાં પીળી ધાતુની વીંટી અને બંગળી પહેરી છે. તેમજ કાંડા પર કાળા પટ્ટાવાળી સફેદ ડાયલવાળી ઘડીયાળ અને લાલ-સફેદ-પીળા મોતીના સાંથીયાની ડિઝાઇનવાળુ બ્રેસલેટ પહેરેલા છે. આ સિવાય તેના ડાબા હાથ પર અંગ્રેજીમાં એ. કે. ત્રોફાવેલા છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા કિરીટભાઇ રામાવતનો ફોન ૯૮૭૯૫ ૦૦૩૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:32 am IST)