News of Thursday, 17th May 2018

શહેરના ૧પ વર્ષ સુધીના બાળકોને ૧૬ જુલાઇથી ઓરીની રસી પીવડાવાશે

દેશમાં છેલ્લા એક વર્ષમાં ઓરીના કારણે ૪૯ હજાર બાળકો મૃત્યુ પામ્યાઃ આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો

રાજકોટ તા. ૧૭ : કોર્પોરેશન દ્વારા 'એમ.આર.' (મીઝલ્સ રૂબેલા) વેકસીન અંગેનો રાજકોટ મહાનગરપાલિકાના ડોકટરો માટેએન.પી.યુનીટ દ્વારા ઇસ્ટ ઝોન કચેરી ખાતે વર્કશોપ યોજાયેલ હતો. ભારત સરકારના એમ.આર.કેમ્પેઇનનું અમલીકરણ ગુજરાત રાજયમાં કરવામાંઆવનાર છ.ે અત્યાર સુધીમાં દેશના અંદાજીત ૭પ% રાજયોમાં આવુ સફળતાપૂર્વક અમલીકરણ કરેલ છે. જે અન્વયે રાજકોટ શહેરમાં પણ ૯ માસથી ૧પ વર્ષના બાળકોને એમ.આર. વેકસીન તા. ૧૬ જુલાઇથી આપવામાં આવશે.

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે મીઝલ્સ (ઓરી) બાળકોના મરણ તથા રોગચાળાનું મુખ્ય કારણ છે. દુનિયામાં છેલ્લે ૧ વર્ષમાં ૧૩૪ર૦૦ બાળકો ઓરીના કારણે મૃત્યુ પામેલ હતા જે પૈકી ૩૬% એટલે કે ૪૯ર૦૦ બાળકો ભારતના મૃત્યુ પામેલ હતા. ૭ ફેબ્રુઆરી ર૦૧૭ થી અત્યાર સુધીમાં ૧પ રાજયના ૭ કરોડ ૭૦ લાખથી વધારે ૯  માસથી ૧પ વર્ષના બાળકોએ એમ.આર.નીરસી લીધેલ છે. આ રસીથી ઓરી (મીઝલ્સ) થતા ન્યુમોનિયા, ઝાડા એનેસેફેલાઇટીસ તથા અંધાપાથી બચી શકાય છે. નેશનલ સર્વે મુજબ ૯પ % મીઝલ્સના કેસો તથા ૯૦% રૂબેલાના કેસો ૧પ વર્ષથી નાના બાળકોને થતા હોય આ કાર્યક્રમ ૯ માસથી ૧પ વર્ષના બાળકો માટે રાખેલ છે.

આ વર્કશોપમાં નાયબ કમિશ્નર ચેતન ગણાત્રા આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ, ઇ.ચા. આર.સી.એચ.ઓ. ડો. હિરેન વિસાણી, આઇ.એ.પી.ના પ્રેસીડેન્ટ ડો. માંકર, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો. યોગેશ પરીખ શાસનાધિકારી શ્રી પંડયા, ડબલ્યુએચઓ. ના એસએમઓ શ્રી અમોલ ભોસેલે, પ્રોગ્રામ ઓફીસર યુએનડીપી તેજસ ચાવડા લાયન્સ કલબના પ્રેસીડેન્ટ શ્રી પંચાસરા, શિક્ષણ વિભાગના પ્રતિનિધી શ્રીહિંડોચા અને શ્રી ડો. ધોણીયા, જુદા જુદા એનજીઓના સભ્યોશ્રી આઇસીડીએસ તથા આરોગ્યનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુંછે.

(4:37 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST