Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

નાના મૌવા સર્કલને થયેલ નુકશાનીનાં ત્રણ લાખ આપોઃ ડેવલપર્સે તંત્ર પાસે વળતર માંગ્યું

રાજકોટ તા. ૧૭: શહેરમાં નાના મૌવા વિસ્તારમાં ટ્રાફીક સર્કલના ડેવલપર્સ એસ.એસ.આઇસ્ક્રીમનાં સંચાલકોએ આ સર્કલને થયેલ નુકશાનનાં રૂ. ત્રણ લાખનું વળતર માંગ્યું હોવાનંુ જાણવા મળ્યું છે.

આ અંગે આધારભુત સુત્રોમાંથી વિગતો મળ્યા મુજબ નાના મૌવા સર્કલનું બ્યુટીફીકેશન કરવા માટે ડેવલપર્સ તરીકે જવાબદારી સ્વીકારનાર એસ.એેસ. આઇસ્ક્રીમનાં સંચાલકોએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ''૧૯ એપ્રિલે નાના મૌવા સર્કલમાં પ્રતિમાં મુકવા બાબતે વિવાદ થયેલ'' અને તે વખતે સર્કલને રૂ. ત્રણ લાખનું નુકશાન થયું છે. જે ભરપાઇ કરી આપવા અનુરોધ કર્યો છે. ઉપરાંત આ સર્કલ ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાડવા પણ પત્રના અંતે ડેવલોપર્સે માંગ ઉઠાવી છે.

(4:37 pm IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST