Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કેકેવી ચોકમાં અન્ડરબ્રીજ ના કારણે ટ્રાફીક સમસ્યા વધુ જટીલ બનશે

કાલાવડ રોડના વિસ્તારવાસીઓ દ્વારા ડે. મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત

 ઉપરોકત તસ્વીરમાં કેકેવી ચોક ના વિસ્તારવાસીઓ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર શ્રી જાડેજા ને પત્ર પાઠવતા નજરે પડે છે. (તસ્વીર- સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૭: શહેરની ટ્રાફીક સમસ્યાને હલ કરવા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં અન્ડર અને ઓવરબ્રીજ બનાવવામાં આવી રહયા છે. જે અન્વયે શહેરના ગોૈરવ પથ એવા કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં ટ્રાફીક સમસ્યાના નિરાકરણ માટે અન્ડરબ્રીજ બનાવવા થોડા દિવસ પહેલા અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ રોડ પર અન્ડરબ્રીજ બનાવવાનો નિર્ણય કરવામાં આવતા વિસ્તાર વાસીઓ દ્વારા ગઇકાલે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર શ્રી જાડેજા ને લેખિત પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે.

આ અંગે કેકેવી ચોક ના લતાવાસીઓએ ડે. મ્યુનિ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, હાલ ૧૦૦ ફુટનો કાલાવડ રોડ છે જે સેન્ટરલાઇન ડીવાઇડર કરેલ નથી, જી.ટી.શેઠ સ્કુલ પાસેનો રસ્તો ૩૦ ફુટ આસપાસ છે. જેની સામેની સાઇડ ૭૦ ફુટ રસ્તો છે. સુચિત અન્ડર બ્રિજ થતાં જે સર્વિસ રોડ ૨૦ ફુટનો રહેશે તે રોડ ઉપર ટ્રાફીકનું અને ચોકમાં પણ ટ્રાફીકનું દબાણ રહેશે જેથી અંડરબ્રીજ કરવાથી ટ્રાફીકમાં કોઇ ફાયદો થશે નહિ.

શહેરના એકમાત્ર મહિલા કોલેજ અંડરબ્રીજમાં ચોમાસામાં પાણી ભરાતા ઉપયોગ થઇ શકતો નથી અને ત્યાં વાહનોને સ્લીપ થવાનો, એકસીડન્ટ થવાનો ખુબ જ ભય રહે છે આ પ્રશ્નો સહિતના મુદે રજુઆત કરવામાં આવી હતી.

(4:36 pm IST)