Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

બોગસ લોન પ્રકરણના કેસમાં બોમ્બે ડીજીટલના માલીકની ધરપકડ સામે સ્ટે

રાજકોટ, તા.૧૭: બોમ્બે ડીજીટલ નામનો શોરૂમ ધરાવતા બોગસ લોન પ્રકરણમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડની સામે સ્ટે આપેલ છે.

આ કેસની હકીકત એવી છે કે હોમ ક્રેડીટ ફાયનાન્સ કંપનીના ડિસ્ટ્રીકટ મેનેજર જીતેન્દ્રસિંહ સુરેશભાઇ પઢીયાર રાજકોટવાળાએ ભકિતનગર પો.સ્ટ.માં એ મુજબની ફરીયાદ લખાવેલ હતી કે, જેમાં બોમ્બે ડીજીટલ નામની દુકાન કે જે સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ છે ત્યાં આરોપી નં.૧ ગોપાલ મનસુખભાઇ પિત્રોડા, આરોપી નં.૨ સોનલબેન વા/ઓ. ગોપાલભાઇ મનસુખભાઇ પિત્રોડા તેમજ આરોપી નં.૩ સાહિલભાઇ અબ્દુલભાઇ પરમાર કે જેઓ બોમ્બે ડીજીટલ નામનો શોરૂમ ધરાવે છે. આરોપી નં.૧ અને ૨ એ ખોટી સહીઓ કરી ડોકયુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી હોમ ક્રેડીટ ફાયનાન્સ કંપનીમાંથી રૂ.૧૭૪૯૯/ ની લોન એલ.ઇ.ડી.ટીવી મેળવવા આરોપી નં.૧ તથા નં.૨ એકબીજાને ઓળખતા હોવા છતાં સાચી ઓળખ ન આપી તેમજ મરણ પામનાર જરીયા ડાયાલાલના આધાર કાર્ડ તથા પાનકાર્ડની નકલ આપી લોન લેવા સાથે જે મરણ પામનાર જરીયા ડાયાલાલના નામે લોન લેવડાવી તથા આરોપી નં.૩ સાહિલભાઇ અબ્દુલભાઇ પરમારએ હોમ ક્રેડીટ ફાયનાન્સ કંપની સાથે કરેલ એગ્રીમેન્ટ મુજબ એજન્ટ હોય અને તેણે રજુ કરેલ કાગળ તેમજ ડોકયુમેન્ટ તેમજ વેરીફીકેશન કરવાનું હોય ખોટા માણસના નામે લોન અપાવવા માટે તેને મદદગારી કરેલ હોય જે બાબતની ભકિતનગર પો.સ્ટે.માં તા.૨૨-૪-૨૦૧૮ ના રોજ આરોપી સામે ૪૦૬/૪૨૦/૪૦૯/૪૧૯/૪૬૫/૪૬૮/૪૭૧/૧૧૪ મુજબ આરોપીઓ સામે હોમ ક્રેડીટ ફાયનાન્સ કંપનીના મેનેજરે ફરીયાદ નોંધાવેલ હતી.

ત્યારબાદ આરોપી નં.૨ સોનલબેન વા/ઓ. ગોપાલભાઇ મનસુખભાઇ પિત્રોડાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ ત્યારબાદ આરોપી નં.૩ સાહિલભાઇ અબ્દુલભાઇ પરમારએ ઉપરોકત કેસ બાબતે રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા જે જામીન અરજી નામંજુર થતા આરોપીના એડવોકેટ બકુલ રાજાણી દ્વારા આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા દસ્તાવેજી પુરાવા તથા હકીકતો ધ્યાનમાં લઇ આરોપી સાહિલભાઇ અબ્દુલભાઇ પરમારની ધરપકડ સામે વચગાળાનો મનાઇ હુકમ આપેલ હતો.

આ કામના આરોપી સાહિલભાઇ અબ્દુલભાઇ પરમારના એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી એડવોકેટ બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાપલીયા, અમીત જલાણી, રોહિત ધીયા, ઇન્દુભા રાઓલ, કલ્પેશભાઇ સાકરીયા, વિ.રોકાયેલ હતા.

(4:34 pm IST)
  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST