News of Thursday, 17th May 2018

વામ્બે આવાસ યોજનામાં પોલીસનું સરપ્રાઇઝ ચેકીંગ

 કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજનામાં તેમજ આજુબાજુના વિસ્તારમાં લુખ્ખાગીરી અને દારૂ-જુગારની બદી ડામવા પોલીસ કમિશ્નરની સુચના અન્વયે એડી ડીસીપી હર્ષદ મહેતા, તાલુકાના પી.આઇ. વી.એસ. વણઝારા, પી.એસ.આઇ. ટી.ડી. ચુડાસમા તથા એમ.ટી. રબારી સહિતના સ્ટાફે સરપ્રાઇઝ ચેકીંગ કરતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા , પ્રવિણસિંહ રાણા, રે. વામ્બે આવાસ યોજના કે જે પ્રોહી. બુટલેગર હોય તેના વિરૂદ્ધ અટકાયતી પગલા લેવાયા હતા. તેમજ વિજય હંસરાજભાઇ રાઠોડ રે. વામ્બે આવાસ યોજના તથા કૃણાલ પ્રેમજીભાઇ જાબલીયા રે. બાલાજી હોલ પાસે ખીજડાવાળા રોડ દારૂ પીધેલ હાલતમાં મળી આવતા ધરપકડ કરાઇ હતી તથા રાજુ ઉર્ફે ડીમ્પલ કૃષ્ણમુરારી યાદવ રે. વામ્બે આવાસ યોજના અગાઉ મારામારી તથા પ્રોહી.ના ગુન્હામાં પકડાયેલ હોય તે જાહેર રોડ પર અડચણ થાય તે રીતે લારી રાખેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. તસ્વીરમાં તાલુકા પોલીસનો કાફલો ચેકીંગ કરતા અને બીજી તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે.

(4:30 pm IST)
  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST