News of Thursday, 17th May 2018

એવરેસ્ટ પાર્કમાં પાણીની લાઇનનું ખાતમુહુર્ત

 શહેરના વોર્ડ નં. ૧૦ ના જાગૃત કોર્પોરેટરો અને સંગઠનની ટીમ દ્વારા હાથ ધરાયેલ પ્રયાસોના ભાગરૂપે કાલાવડ રોડ પર આવેલ એવરેસ્ટ પાર્કમાં પાણીની પાઇપ લાઇનનું કામ હાથ ધરાતા સ્થાનીક રહીસોના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, ભાજપ કાર્યકરો અરૂણાબેન ઉંજીયા, રાજુભાઇ પ્રસાદીયા વગેરે તેમજ સ્થાનીક રહેવાસીઓ વિક્રમભાઇ બોરીચા, મહાવીરસિંહ જાડેજા, બાબુભાઇ સીરોયા, નટુભાઇ કાચા, બાવુભા જાડેજા, નાથાભાઇ જોષી, નર્મદાબેન શિરોય, રક્ષાબેન બાવીસી, રમાબેન ચૌહાણ, સીનાબેન કનેરીયા, ગીતાબેન વ્યાસ, દમયંતિબેન ભટ્ટ, વિજયાબેન વાછાણી, પ્રભાબેન ચાવડા, નીમુબેન જાદવ, ઉષાબેન મહેતા, અલ્પાબેન કારીયા, દિલીપભાઇ વ્યાસ, જીતુભાઇ વ્યાસ, દિપકભાઇ સંઘાણી, ચંદ્રેશભાઇ મહેતા, ભરતભાઇ ધંધુકીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:29 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST