Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

આંખમાં મરચુ છાંટી ૬ લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ સગીર સહિત બે પકડાયા

ગત શુક્રવાર અને સોમવારે હરેશ, અક્ષય અને સગીરે રેકી કરી'તી'ને મંગળવારે અંજામ આપ્યો : ક્રાઈમ બ્રાન્ચે હરેશ મકવાણા અને સગીરને અમદાવાદથી દબોચ્યાઃ સાવરકુંડલાના અક્ષય ગોહેલનું નામ ખુલ્યું: લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય રાજસ્થાન તરફ ભાગી જવાના હતા : હરેશ, અક્ષય અને સગીરે ૧૦ દિવસ પહેલા લૂંટનો પ્લાન કર્યો'તો : લૂંટારૂ ત્રિપુટીએ શુક્રવાર અને સોમવારે શો રૂમની આસપાસ કર્મચારીની વોચ રાખી બે દિવસ રેકી કરી હતી

તસ્વીરમાં ડીસીપી મીના, એસીપી જયદીપસિંહ સરવૈયા, ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ગઢવી તથા સ્ટાફ બાજુમાં પકડાયેલો હરેશ મકવાણા અને તેની પાસેથી કબ્જે કરાયેલી રોકડ રકમ નજરે પડે છે

રાજકોટ, તા. ૧૭ :. ગોંડલ રોડ પર મંગળવારે  બોમ્બે હોટલ પાસે ધોળા દિવસે હ્યુન્ડાઈના શો રૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી બે બુકાનીધારી બાઈકસવાર શખ્સો છ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટનો ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી શાપર-વેરાવળના દલિત શખ્સ અને એક સગીરને અમદાવાદથી દબોચી લીધા હતા. જ્યારે સાવરકુંડલાના અક્ષય ગોહેલનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે બપોરે  હ્યુન્ડાઈના શો રૂમમા નોકરી કરતા દિલીપભાઈ શાંતિલાલ ચૌહાણ(ઉ.વ. ૨૩, રહે. મહેશ્વરી સોસાયટી શેરી નં. ૨)  નામના કર્મચારી શો રૂમમાં આવેલ ૬,૨૪,૭૭૫ની રોકડ રકમ અને આઠ ચેક સાથેનો થેલો ટુવ્હીલરમાં બે પગ વચ્ચે રાખી યાજ્ઞિક રોડ પર આવેલી  એચડીએફસી બેન્કમાં જમા કરાવવા જતા હતા ત્યારે ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે રાજ પાંઉભાજી નજીક બાઈકમા આવેલા બે બુકાનીધારી શખ્સોએ બાઈક આડુ નાખી દિલીપભાઈની આંખમાં મરચુ છાંટી એકટીવાની આગળ ૬ લાખની રોકડ રકમ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા.  દિલીપભાઈએ દેકારો કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જો કે તે પૂર્વે બન્ને બુકાનીધારી શખ્સો તેનુ કામ પુરૂ કરી છુ થઈ ગયા હતા. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરાતા પી.આઈ. વિજય ઓડેદરા, રાયટર રણજીતસિંહ અને વિજયસિંહ  સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી અને પોલીસે શો રૂમના કર્મચારી દિલીપ ચૌહાણની ફરીયાદ દાખલ કરી હતી અને પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફુટેજમાં લૂંટારૂઓએ ઉપયોગમાં લેવાયેલુ જીજે ૩ જેડી ૩૯૭૦ નંબરનું સફેદ કલરનું એકટીવા જોવા મળતા પોલીસે તપાસ કરતા ગઈકાલે આ એકટીવા કુવાડવા પાસેથી રેઢુ મળી આવ્યુ હતું અને એકટીવાના નંબર આધારે તેના માલિકને શોધી તેની પૂછપરછ કરતા લૂંટારૂઓ ઓળખાયા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.એમ. ગઢવી તથા એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. આર.સી. કાનમીયા, પો. સબ ઈન્સ. જે.એમ. ભટ્ટ, પો. હેડ કોન્સ. મયુરભાઈ પટેલ, જગમાલભાઈ ખટાણા, સંતોષભાઈ મોરી, જયસુખભાઈ હુંબલ, ભરતસિંહ ગોહિલ, સંજયભાઈ રૂપાપરા, પો. કોન્સ. ઈન્દુભા જાડેજા તથા હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યારે બાતમી આધારે હરેશ પરસોતમ મકવાણા (ઉ.વ.૨૭, રહે. શાપર-વેરાવળ, ખોડીયાર હોટલ પાછળ, ઓરડીમાં ભાડે) અને સગીરને અમદાવાદથી ઝડપી લીધા હતા. પોલીસે બન્નેની પૂછપરછમાં આ લૂંટને અંજામ આપવામાં સાવરકુંડલાનો અક્ષય ગોહેલ પણ સામેલ હોવાની કબુલાત આપી હતી. ત્યાર બાદ આ બન્ને પાસેથી પોલીસે ૨.૫૦ લાખ રોકડા, બે મોબાઈલ ફોન, બે ટુવ્હીલર કબ્જે કર્યા હતા. પોલીસની પૂછપરછમાં હરેશ મકવાણા સાધુ વાસવાણી રોડ પર કપડા વેચે છે. દેણુ થઈ જતા તેણે લૂંટનો પ્લાન કર્યો હતો. લૂંટને અંજામ આપ્યા બાદ ત્રણેય ગોંડલ ચોકડી થઈ આજી ડેમ ચોકડી અને ત્યાંથી કુવાડવા અને ચોટીલા પહોંચ્યા હતા, ત્યાં ત્રણેયે નાસ્તો કર્યો હતો. હરેશ, અક્ષય અને સગીરનો રાજસ્થાન ભાગવાનો પ્લાન હતો. ત્રણેયના થેલામાં તપાસ કરતા વેશપલ્ટા માટે એક ટોપી અને કપડા મળી આવ્યા હતા. પોલીસે અક્ષય ગોહેલની શોધખોળ આદરી છે.

(4:24 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST