Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

માઇન્ડ પાવર ફુલ ડે ટ્રેનીંગ

ગુરૂકુલ સ્કુલ ઓફ લીડરશીપ દ્વારા રવિવારે : વકતા દિનેશભાઇ શેલડીયા દ્વારા સરળ શેૈલીમાં માહિતગાર કરશે

રાજકોટઃ તા.૧૭,ગુરૂકુલ સ્કુલ ઓફ લીડરશીપ દ્વારા માઇન્ડ પાવર ફુલ ડે ટ્રેનીંગનું આયોજન તા.૨૦ને રવિવારે સવારે ૯ થી ૫ દરમિયાન અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબેલી બાગ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

 માઇન્ડ પાવર એન્ડ વેલનેસના પ્રખ્યાત વકતા શ્રી દિનેશભાઇ શેલડીયા દ્વારા માઇન્ડ પાવર એટલે શું? દરેક વ્યકિતમાં અુેક શકિત છુપાયેલી છે, એ છે મનની શકિત. મનની શકિતના બે પ્રકારની છે જાગ્રત મન અને અર્ધજાગ્રત મન, તે જાણી તેનો જીવનમાં ઉપયોગ કઇ રીતે કરવો, અને તેમનો સબંધ સીધો પરમાત્મા સાથે કઇ રીતે સંકળાયેલ છે? તે પરમતત્વ મનુષ્યરૂપમાં આપણી સાથે કઇ રીતે કાર્ય કરે છે, તે જાણવુ. આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિક પણ દોઢ ટકાજ મનની શકિતનો ઉપયોગ કરેલ હતો. મનુષ્ય પોતાની મનની શકિતનો વધુમાં વધુ ચાર ટકા જ ઉપયોગ કરે છે મનની શકિત અમાપ છે મન ને કેળવો, જોઇએ તે મેળવો એ શબ્દો દ્વારા મનુષ્ય ખરેખર મહાન છે... તો તેના મુખ્ય અવરોધનું કારણ શું? મનુષ્ય નિષ્ફળતાનો દોષ બીજાને આપે છે.. વાસ્તવમાં જવાબદાર કોણ? તેની સમજ મેળવવી, શુ ખરેખર આજ કળીયુગ છે કે તેને સ્વર્ગમાં ફેરવવુ તે મનુષ્યના હાથમાં છે ? જો મનુષ્ય ધારે અને મનની શકિતનો ઉપયોગ વધુમાં વધુ કરે તો પોતેજ પરમાત્માનો સંપર્ક કરી શકે અને પરમાત્મા બની શકે છે આજ મનની શકિત દ્વારા શારીરીક - માનસિક, આર્થિક, સામાજીક અને પારિવારીક દરેક સમસ્યાનું સમાધાન લઇ શકાય છે.

 મારો  આવિસ્કાર મારૂ મન એવા આધ્યાત્મિક અને માર્મિક શબ્દો દ્વારા પ્રખ્યાત વકતા શ્રી દિનેશભાઇ શેલડીયા દ્વારા સરળ શબ્દોમાં માહિતી આપવામાં આવશે તેમ જૈન અગ્રણી મિલનભાઇ મહેતા અને વિજયભાઇ હિરાણીએ જણાવ્યું હતુ  રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે પરાગસર (મો.૯૮૨૫૫૧૧૦૪૬) ૯૨૬૫૨ ૩૭૦૪૮ તથા રીનાબેન (૯૦૯૯૮ ૩૨૩૮૪) નો સંપર્ક સાધવા આયોજકોએ મુલાકાતમાં જણાવેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:16 pm IST)