Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ધમલપરમાં અગાઉના ડખ્ખોનો ખાર રાખી પ્રકાશ ધોળકીયા પર હુમલો

પ્રવિણ કોળી, ધેલા કોળી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

રાજકોટ, તા.૧૭: ધમોઁલપર માં અગાઉ હોળીના તહેવારમાં પિતા સાથે થયેલા ડખ્ખા બાબતે સમજાવવા ગયેલા કોળી યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યોની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ધમલપર ગામમાં રહેતો પ્રકાશ ભુપતભાઇ ધોળકીયા(ઉ.વ.૨૬)ગઇ કાલે પોતાના ઘરે હતો અને અગાઉ તેનો પિતા ભુપતભાઇ સાથે પ્રવિણકોળી અને ધેલા કોળીૅ સાથે થયેલા ઝધડા બાબતે પ્રકાશ ધેલા કોળી, પ્રવિણ કોળીને સમજાવવા જતા પ્રવિણૅ અને ધેલો તથા તેની પત્નીએ ઝઘડો કરી ઉશ્કેરાઇને પ્રવિણે લોખંડનો સળીયો તથા ધેલાની પત્નીએ ઢીકાપાટુનો મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. અને પ્રકાશને માથામાં તથા વાંસાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(4:12 pm IST)