Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રૂ. ૧૫ લાખનો ચેક પાછો ફરતા એમ્ફી વેબ. ટેક. પ્રા.લી. ના માલીક સામે ફરીયાદ

રાજકોટ તા ૧૭ : રાજકોટ શહેરમાં એસ.એન.કે. સ્કુલ પાસે , નંદી પાર્ક કોર્નરમાં એમ્ફી વેબ ટેક પ્રા.લી. ના નામે ધંધો કરતા કિરણ કિશોરભાઇ વડારીયાએ નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા જયદીપ મહેન્દ્રભાઇ મારડીયા પાસેથી લીધેલ રકમ રૂ. ૧૫,૦૦,૦૦૦/- પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા આરોપી કિરણ વડારીયા સામે અદાલતમાં, કેસમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ રાજકોટના એડી.ચીફ જયુડી. મેજી. એ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, સાધુ વાસવાણી રોડ પર સી-૨૦૪, કોપર હાઇટસ માં રહેતા અને એસ.એન.કે. સ્કુલ પાસે એમ્ફી વેબ ટેક પ્રા. લી. ના નામે ધંધો કરતા કિરણ કિશોરભાઇ વડારીયા વિરૂધ્ધ નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા જયદીપ મહેન્દ્રભાઇ મારડીયાએ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ આપેલ કે, આરોપી તથા ફરીયાદી સાથે અભ્યાસ કરતા પારીવારીક સબંધો હતા અને તે કારણે ફરીયાદી આરોપીને ત્યાં નોકરી પણ કરતા અને ધંધાના ડેવલોપીંગ માટે નાણાની જરૂરીયાત ઉભી થતા આરોપીએ ફરીયાદી પાસેથી રૂ. ૧૫,૦૦,૦૦૦/- માંગણી કરતા ફરીયાદીએ બેન્ક ટુ બેન્ક રકમ આરોપીને ચુકવેલ.

આ રકમ  પરત કરવા આરોપી એ ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા પાઠવેલ કાનુની નોટીશના અંતે પણ તહોમતદારે ફરીયાદીનું કાયદેસરનું લેણું અદા ન કરતા ફરીયાદીએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે રેકર્ડ પર ની હકીકતો, દસ્તાવેજો લક્ષે લેતા ફરીયાદીનું તહોમતદાર પાસે ચેકની વિગતેનું કાયદેસરનું લેણું હોવાનું ફલિત થાય છે કે, આરોપીએ ચેક આપી, તે પાસ થવા ન  દઇ આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્યાનેલઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉ ૈપરોકત ફરીયાદી જયદીપ મારડીયા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.

(4:11 pm IST)