Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

છુટાછેડ પછી સાસરીયા સામે કરેલી માનસિક ત્રાસની ફરિયાદ સાચી માની શકાય નહિ

પતિ સહિત સાસરીયાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ

રાજકોટ તા.૧૭: પરણીતા ડીમ્પલબેન વ્યાસે પતિ સહિતના સાસરીયા સામે શારીરીક માનસીક ત્રાસ તથા ખુનની ધમકી અપાતીની ફરિયાદ આઇપીસી કલમ ૪૯૮ એ પ૦૬(ર) તથા ૧૧૪ મુજબ નોંધાવેલ તેમાં પુરાવા અને સાક્ષીઓની જુબાનીને લક્ષમાં લઇ કોર્ટ ફરિયાદ રદ કરતા જણાવેલ કે ફરિયાદી ડીમ્પલબેન અને પતિ નિલેશભાઇવ્યાસ વચ્ચે કોઇ કાયદેસરના પતિ-પત્ની તરીકેના સંબંધો હતા નહિ તેથી ઇ.પી.કો. કલમ ૪૯૮--ે લાગુ પડી શકે નહિ તેમ ઠરાવી પક્ષ સહિતના સાસરીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ અધિક ચીફ જયુડી. મેજી. એમ. એસ. બીકાએ કર્યો છે.

કેસની વિગત મુજબ ફરિયાદી ડીમ્પલબેન વ્યાસે પતિ નિલેશભાઇસામે ર૬-૧-ર૦૦૮ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા અને બંને વચ્ચે મનમેળ ન થતા આઠ માસમાંજ છુટાછેડાનો કરાર કરી તેની નોંધણી કરાવી કાયદેસર છુટાછેટા  લીધેલા.

આમ છતા ડીમ્પલબેને પાંચ વર્ષ બાદ ડીસેમ્બર-૧૩માં પતિ નિલેશભાઇ જેઠ દિવ્યાંગભાઇ વ્યાસ, ગીતાબેન દિવ્યાંગભાઇ તથા સાસુ ઇન્દુબેન યશવંતભાઇ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી. કેસમાં પુરાવા દરમિયાન કોઇ તટસ્થ સાહેદ-સાક્ષીઓએ રેકર્ડ પર જુબાનીમાં પુરાવો આપેલ નથી આમ ફરિયાદ પક્ષ ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને ફરિયાદ ઉપજાવી કાઢેલ હોવાનું જણાવી કોર્ટે સાસરીયાઓને નિર્દોષ છોડી મુકયા હતા.

આ કેસમાં આરોપી વતી એડવોકેટ રમેશભાઇ પંડયા તથા નિલેશભાઇ એમ જસાણી રોકાયા હતા.

(4:11 pm IST)