Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રૂ.૧૪ લાખનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ

રાજકોટ તા.૧૭: રાજકોટમાં નવલનગર મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા જયોતિન્દ્રસિંહ રઘુવીરસિંહ ચુડાસમાને તેના મિત્ર અને ભુતકાળના પાર્ટનર શૈલેષ ખીમચંદ ગગલાણી, ઠે. સમર્પણ એપાર્ટમેન્ટ, બી વિંગ, ફલેટ નં. ૨૦૧, વિદ્યાનગર, શેરી નં ૨, ગોકુલ હોસ્પિટલ પાસે, રાજકોટના સામે રૂ. ૧૪,૦૦,૦૦૦/- ના ચેક ડીસઓનર થવા સબબ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી તથા તહોમતદાર છેલ્લા ૨૦ વર્ષથી મિત્રતાના સંબંધથી જોડાયેલા છે અને ભુતકાળમાં ફટાકડાનો ધંધો પણ સાથે કરેલ છે.

એપ્રિલ-૨૦૧૭ માં તહોમતદારે ફરીયાદીનો સંપર્ક કરી જણાવેલ કે, તેમણે રાજકોટમાં રેલનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્રીજી એપાર્ટમેન્ટ વીંગ 'એ' માં ફલેટ નં. ૧૦૩ ખરીદવા માંગતા હોય, અને તે ફલેટ તેમને ખુબ જ કસમા મળતો હોય, પરંતુ આર્થિક વ્યવસ્થા ન હોય, તેઓએ ફરીયાદી પાસેથી રૂ. ૧૪,૦૦,૦૦૦/- હાથ ઉછીના સ્વરૂપે પ્રાપ્ત કરેલ અને તે રકમ છ માસમાં ચુકવી આપવા હૈયાધારણા આપેલ. ઉપરોકત ઉલ્લેેખેલ રકમ માંથી અંશતઃ રોકડ અને અંશતઃ ચેકથી પ્રાપ્ત કરેલ અને તે બાબતે પ્રોમીસરી નોટ પણ લખી આપેલ છે.

છ માસ પુરા થયા બાદ ફરીયાદીએ તેની બાકી લેણી રકમ પરત મેળવવા એકથી અનેકવાર તહોમતદારનો સંપર્ક કરેલ, પરંતુ તેઓ અલગ અલગ બહાનાઓ આગળ ધરી સમય વ્યતીત કરતા આવેલ. અને છેલ્લે ફેબ્રુઆરી-૧૮માં ફરીયાદીની તરફેણમાં રાજકોટ નાગરિક બેન્ક લી. ઉદ્યોગનગર શાખા, રાજકોટ નો ચેક  ઇસ્યુ કરી આપેલ હતો. જે ચેક પાછો ફર્યો હતો.

રેકર્ડ ઉપરના દસ્તાવેજો અને ફરીયાદની વિગતો ધ્યાને લઇ કોર્ટે તહોમતદાર સામે ને.ઇ. એકટ કલમ-૧૩૮ હેઠળ સમન્સ ઇસ્યુ કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં જયોતિન્દ્રસિંહ રઘુવીરસિંહ ચુડાસમા વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર. સોંદરવા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(4:10 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST