Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હરિવંદના કોલેજ ખાતે ૨૧મીથી યુવાનો માટે ભરતી મેળોઃ ૭૫ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું

સારા પગારે પ્લેસમેન્ટ માટે ચેરમેન મહેશભાઇ ચૌહાણ અને સર્વેશ્વર ચૌહાણ દ્વારા આયોજન

રાજકોટ તા.૧૭: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ હરોળની સંલગ્ન કોલેજ હરિવંદના કોલેજ શિક્ષિત અને દિક્ષિત કર્યા બાદ રોજગારી માટે ભગીરથ કાર્ય કરે છે.

હરિવંદના કોલેજ દ્વારા જોબ ઓર્પોચ્યુનિટી કાર્નીવલ-૨૦૧૮નું તા. ૨૧ થી ૨૪ મે દરમિયાન હરિવંદના કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક મુંજકા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના છાત્રો મેનેજમેન્ટના છાત્રો, ઇર્ન્ફોમેશન ટેકનોલોજીના છાત્રો, શિક્ષણ વિદ્યાશાખા છાત્રો માટે રોજગારી ની તક મળશે.

રાજકોટ-મુંજકા ખાતે આવેલી હરિવંદના કોલેજ ખાતે તારીખઃ- ૨૧/૨૨/૨૩ મે -૨૦૧૮ ના  ''Job Opportunity Carnival-2018'' શિર્ષક હેઠળ ભરતી મેળાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સ કોમર્સ અને ટેકનોલોજી માં આગવું સ્થાન ધરાવતી ૭૫ કરતા વધુ કંપનીઓ તથા શેૈક્ષણિક સ્કુલ વિવિધ ૬૦૦ કરતા વધારે જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરશે.

આ સમગ્ર આયોજન ડો. સર્વેશ્વરભાઇ ચોેહાણ હેઠળ ટીમ- હરિવંદના દ્વારા કરવામાં આવ્યું છે.

હરિવંદના કોલેજ પોતાની સામાજીક જવાબદારીનાં ભાગરૂપે રોજગારીની તકો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સુધી પહોચાડે છે. હરિવંદના કોલેજ દ્વારા અગાઉ પણ ભવ્ય ''Job Fair'' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૧૨૦ કરતા વધારે કંપનીઓ દ્વારા ૪૫૦ કરતા વધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જે ખરેખેર નોંધપાત્ર છે.

ઉપરાંત દર વર્ષ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં વિવિધ કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને પસંદગી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઉજવળ ભવિષ્ય માટે ટીમ- હરિવંદના સતત કાર્યરત છે.

(4:10 pm IST)