Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મહિલા કેદીઓના વિવિધ પ્રશ્ને જીલ્લા ન્યાયાધીશ દ્વારા જેલમાં શિબિર યોજાઇ

નવા ડીસ્ટ્રીકટ જજ ગીતાબેન ગોપી દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરાયું

રાજકોટ, તા., ૧૭: રાષ્ટ્રીય કાનુની સેવા સતામંડળ, સુપ્રિમ કોર્ટ ન્યુ દિલ્હી દ્વારા તારીખ ૧૭-પ-ર૦૧૮થી દસ દિવસ માટે રાષ્ટ્રની તમામ જેલોમાં રહેલ મહીલા કેદીઓ માટે કાયદાકીય જાગૃતી, તબીબી સારવાર, તબીબી ચેકઅપ, ગર્ભવતી મહિલાઓને તબીબી સારવાર, બાળકોને મળતી સુવિધાઓ વિગેરે બાબતો અંગે એક કેમ્પેઇન હાથ ધરવા આદેશ કરવામાં આવેલ છે.

ઉપરોકત આદેશ મુજબ સદર કેમ્પેઇન રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા.૧૭-પ-ર૦૧૮ થી દિન-૧૦ માટે કુ. ગીતા ગોપી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાજકોટ તથા ચેરમેન, જિલ્લા કાનુની સેવા મંડળ, રાજકોટના સબળ માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ છે. સદર કેમ્પેઇન તા.૧૭-પ-ર૦૧૮ના રોજ સવારના ૯.૩૦ કલાકે મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે કુ. ગીતા ગોપી મેડમ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, રાજકોટ તથા ચેરમેન, જિલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકવામાં આવેલ. આ ઉદઘાટન પ્રસંગમાં જિલ્લા કાનુની સેવા સતા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી આર.કે.મોઢ, પેનલ એડવોકેટ ચેનાબેન કાછડીયા, મીતલબેન સોલંકી, બીનાબેન નિમાવત, બોલબાલા ટ્રસ્ટ તરફથી જયેશભાઇ ઉપાધ્યાય, અંજલીબેન તથા તેઓના સ્વયંસેવકો તેમજ પેરાલીગલ વોલેન્ટીયર જેવીનાબેન માણાવદરીયા તથા વર્ષાબેન ધામેશીયા તેમજ ઇન્ચાર્જ અધિક્ષક શ્રી પલાત તેમજ જેલના અધિકારી કર્મચારી તથા મહિલા કેદી બહેનો હાજર રહેલ હતા.

સદર કાર્યક્રમના ઇન્ચાર્જ અધિક્ષક શ્રી પલાત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ તેમજ જિલ્લા કાનુની સેવા સતા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી આર.કે.મોઢ દ્વારા તમામ મહિલા કેદી બહેનો એટલે કે લાભાર્થી બહેનોને સદર કેમ્પેઇન બાબતે વિગતવાર સમજ આપેલ હતી તેમજ જણાવેલ કે સદર કેમ્પેઇન દીન-૧૦ સુધી ચાલનાર છે જેમાં પ્રથમ બે દિવસ પેનલ એડવોકેટસ દ્વારા તમામ મહિલા કેદીઓને કાનુની જાણકારી આપવામાં આવશે તેમજ આ પેનલ એડવોકેટસ દ્વારા પ્રત્યેક મહીલા કેદીને મળી તેઓ વિશે માહીતી લઇ તેઓને જરૂરી કાનુની સહાય તથા સલાહ પુરી પાડવામાં આવશે. ત્યાર બાદ બે દિવસ માટે સિવિલ હોસ્પીટલમાંથી ફીઝીશીયન, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન, સાયકોલોજીસ્ટ તથા સાઇકીયાટ્રીસ્ટ ડોકટર્સ દ્વારા સેવા આપવામાં આવશે તથા તેઓ પ્રત્યેક મહિલા કેદીના સ્વાસ્થ્યની ચકાસણી કરી જરૂરી સારવાર પુરી પાડશે. ત્યાર બાદ દીન બે માટે સરકારશ્રીના આઇસીડીએસ વિભાગના અધિકારીઓ હાજર રહી મહીલા કેદીઓને તથા તેઓના બાળકો માટે જરૂરી શિક્ષણ માટેની વ્યવસ્થા તથા જરૂરી સુવિધા અંગેની ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરશે તેમજ ત્યાર બાદ બે દિવસ માટે બોલબાલા ટ્રસ્ટ દ્વાાર મહિલા કેદીઓને માનસીક સ્વસ્થતા જાળવવા માટેની શિબિરનું આયોજન કરવામાં આવશે તથા મહીલાઓને પગભર થઇ શકે તે માટે જરૂરી વ્યાવસાયીક તાલીમના કોર્સ કરવામાં આવશે જેથી તમામ કેદી બહેનોને સદર અભિયાનનો લાભ લેવા જણાવેલ.

ત્યારબાદ કુ.ગીતા ગોપી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, રાજકોટ તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટ દ્વારા તમામ મહિલા કેદીઓને જણાવેલ કે, સદરહ કેમ્પેઇન રાષ્ટ્ર લેવલ હાથ ધરવામાં આવેલ છે તેમજ સદર કેમ્પેઇનના મહિલા કેદીઓના કલ્યાણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. વધુમાં જણાવેલ કે, મહિલાઓ મોટા ભાગે રજુઆત કરવામાં શરમ રાખતી હોય છે પરંતુ સદર કેમ્પેઇન ખાસ કરીને મહિલા કેદીઓ માટે રાખવામાં આવેલ છે જેથી પ્રત્યેક મહિલા કેદીઓએ કોઇપણ જાતની શરમ સંકોચ કે ડર રાખ્યા વિના રજુઆત કરવી, તેઓને મળવા પાત્ર તમામ હકો તથા સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં તેઓએ તમામ મહિલા કેદીઓને શુભેચ્છા પાઠવેલ કે, સદર કેમ્પેઇનમાં મહતમ લાભ લઇ શકે.

સદર કાર્યક્રમનું સંચાલન બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા બહુ જ સુંદર રીતે કરવામાં આવેલ તથા તેઓ દ્વારા આભાર વિધી કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું.

(4:02 pm IST)
  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST