Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પૂર્વ કોર્પોરેટર વિજય વાંકનો અદ્દભુત ગૌ પ્રેમ : નવી મોટરમાં વાછરડીના કંકુ પગલા કરાવ્યા

રાજકોટ તા. ૧૭ : પૂર્વ કોંગી કોર્પોરેટર વિજયભાઇ વાંકનો ગૌપ્રેમ ઉડીને આંખે વળગે તે રીતે દેખાઇ આવ્યો છે. ફોર્ડ કંપનીની એનડેવર કાર લાખેણી કિંમત ચુકવીને ખરદ કરતા તેમાં સૌપ્રથમ ગૌમાતાની પધરામણી કરાવી હતી. નવી કારમાં નાની વાછરડીને બેસાડી પ્રથમ સવારી કરાવી હતી. તેમના પિતાશ્રી બાબુભાઇ પણ ગૌ પ્રેમી હતા. અનેક ગાય માતાની સેવા આજે પણ તેમના પરિવારજનો દ્વારા થઇ રહી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજયભાઇ વાંક (મો.૯૮૨૪૪ ૬૫૩૭૬) એ  નવી લાખેણી કારની ખરીદીના પ્રસંગે પણ ગૌપ્રેમ દર્શાવી અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડેલ છે.

(3:59 pm IST)
  • કોરોના વધતા સંક્રમણને લઈ ને ચૂંટણી પંચ (EC) એ રાજકીય પાર્ટીઓના પ્રચાર અભિયાન માટે મોટો નિર્ણય લીધો : હવેથી સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી પ્રચાર બંધ રાખવામાં આવશે : પશ્ચિમ બંગાળમાં હવે 48 કલાકને બદલે, પ્રચાર 72 કલાક પહેલા એટલે કે ત્રણ દિવસ પહેલા બંધ કરી દેવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 7:30 pm IST

  • દેવગૌડાના પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કોરોનામાં સપડાયા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.પી. કુમારસ્વામીને કોરોના પોઝીટીવ વળગ્યો છે : તેઓને મનીપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે : તેમના પિતા અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં જ કોરોના પોઝીટીવ આવેલ હતો access_time 1:04 pm IST

  • એન્જલ બ્રોકીંગના સીઈઓ વિનય અગ્રવાલનું દુઃખદ અવસાન થયુ છે access_time 2:05 pm IST