Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ડ્રાઇવર-કંડકટર બાદ ૬પ એસ.ટી. મુસાફરોને પણ કોરોના : ડેપોની સ્થિતિ ભયાનક ગંભીર

ર૮૬નું ચેકીંગ કરાયું : કોરોનાએ હાહાકાર મચાવતા સાંજે ૪૦૦ લોકલ ટ્રીપ રદ્દ કરાઇ...

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ એસ.ટી. ડિવીઝનના મુખ્ય ડેપો સહિત વિવિધ ડેપોના ૭પ એસ.ટી. ડ્રાઇવર-કંડકટરને કોરોના વળગ્યા બાદ આજે વધુ ૬પ મુસાફરોને પણ કોરોના જાહેર થતા નાસભાગ મચી ગઇ છે.

મળતી વિગતો મુજબ આજે ર૮૬નું ચેકીંગ કરાયા બાદ ૬પ ને કોરોના જાહેર થતા તમામને હોમકોરોન્ટાઇન કરી દેવાયા છે, એસ.ટી. ડેપો ખાલીખમ થઇ ગયો છે, કોરોનાને કારણે કોઇ મુસાફરો આવતા ન હોય આજે ૪૦૦ જેટલી લોકલ ટ્રીપ રદ કરી નાખેલ છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.

(12:45 pm IST)
  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ફુફાળો યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 707 અને ગ્રામ્યના 52 કેસ સાથે કુલ અધધધ 759 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો લાચાર access_time 7:57 pm IST

  • મુંબઇ સામે હૈદરાબાદને હારની હેટ-ટ્રિકનો ખતરો : કલકત્તા અને બેન્ગલોર સામે પરાજય થયા બાદ વોર્નરના વોરિયર્સે આજે વધુ એક હારથી બચવા કલકતા સામે રોમાંચક જીતથી જોશમાં આવી ગયેલા ચેમ્પીયન્સને હરાવવા પડશે access_time 3:48 pm IST