Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પૂ.ગુરૂદેવે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલો ઔષધિય પ્રયોગ આજે પણ અકસીર : ઔષધીય પ્રસાદ અમૃતધારા વિનામુલ્યે

ભીમસેની કપૂર, પીપરમેન્ટ, અજવાઈનના મિશ્રણથી તૈયાર થતુ ઔષધીય પ્રવાહી કફ, શરદી, પેટના દર્દો સહિત અનેક સમસ્યાઓમાં ઉપયોગી : ઉપરોકત રોગોની પીડાના સમયે આનો પ્રયોગ હિતાવહ : દિવસમાં બે વખત નાશ, મીઠુ, રાય સાથે ઉત્તમ

રાજકોટ : પ.પુ.રણછોડદાસજી મહારાજે સમાજ સેવા આધ્યાત્મિકતા સાથે આયુર્વેદ અંગે પણ અનન્ય પ્રયોગો આપ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાં પુ.ગુરૂદેવે શ્રી રણછોડદાસજીબાપુએ સુચવેલો અમૃતધારા પ્રયોગ અકસીર સાબિત થઇ શકે છે.

આ પ્રયોગ માટે કપૂર (રાંસ કે ભીમસેની) મેન્થોલ (પીપરમેન્ટ) અજમાના ફુલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ ૫૦,૧૦૦,૨૫૦ ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી અને પેક બરણીમાં રાખવાથી ૨૪ કલાકમાં તે આપોઆપ પ્રવાહી બની જાય છે અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે.

કફ, શરદી વગેરે માટે અમૃતધારા ઉતમ છે. અમૃતધારા ઉલટી, ઝાડા, તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો, પેટના રોગો (આફરો,એસીડીટી) તથા દાંતના રોગો પાયરીયા, મોઢામાં પરૂ, હલતા દુઃખતા દાંત, મો ની દુર્ગધ, વાયુ, સાંધાના દુઃખાવા, રકતવિકાર, કફ, દમ, કાનનો દુઃખાવો, પરૂ નીકળવા, જંતુના ડંખ વગેરેમાં અમૃતધારા ઉપયોગી છે. આનો પ્રયોગ આવા રોગોથી પીડાતા સમયે કરવો હિતાવહ છે.

જો કે પુ.ગુરૂદેવે જણાવેલ કે દૂધ પીવડાવતી માતાને અમૃતધારા ન આપવુ કારણ કે કપુર દુધ ને સુકવી નાખે છે. પુ.ગુરૂદેવનું ખૂબ જ સાનિધ્ય પ્રાપ્ત કરેલ તેવા ધીરૂભાઇ હરિયાણી કહે છે કે અમૃતધારાની કોઇ આડઅસર નથી. ગુરૂદેવના અનન્ય ભકત મધુભાઇ અનડકટ કહે છે કોરોના લક્ષણો તાવ, શરદી, ગળાની બળતરા, કફ વિ. સમસ્યામાં અમૃતધારા અસરકારક છે દૂર કરનાર છે.

અમૃતધારા મેળવવા

રાજકોટમાં પુ.ગુરૂદેવની પ્રસાદી સમાન અમૃતધારાનું વિતરણ મધુભાઇ અનડકટની ઓફીસ સેવન સ્ટાર જાગનાથ મંદિરની બાજુમાં યાજ્ઞિક રોડ ખાતે સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ થઈ રહેલ છે. વધારે વિગત માટે મો.૯૪૨૮૦ ૩૪૦૯૬ ઉપર સંપર્ક કરવો.

અમૃતધારા દિવ્ય ઔષધિનું વિનામુલ્યે વિતરણ

સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન (૧) મધુભાઇ અનડકટની ઓફીસ સેવન સ્ટાર જાગનાથ મંદિરની બાજુમાં યાજ્ઞિક રોડ રાજકોટ (ર) શ્રી સદગુરૂ આશ્રમ સદગુરૂ સેવા સદન ટ્રસ્ટ કુવાડવા રોડ સદગુરૂ રોડ મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮. આ અંગે વધારે માહિતી માટે મધુભાઇ (મો. ૯૪૨૮૦ ૩૪૦૬૯) (૩) શ્રી રામ હાર્ડવેર મોલ, કુવાડવા રોડ, સદ્દગુરૂ રોડ, રાજ મંદિર કોમ્પલેક્ષ, શ્રી રામ પાર્ક, મો. ૭૫૬૭૪ ૯૩૧૦૦ નો સંપર્ક થઇ શકે છે.

અમૃતધારા ઔષધ વાપરવાની રીત

પાણી, સાકર, મધ, પતાસા વગેરે સાથે અમૃતધારાના એક બે ટીપા લઇ શકાય. હોમીયોપેથીક નાની ગોળીમાં અમૃતધારાના ૧-ર ટીપા ભેળવીને લઇ શકાય. જરૂર પડે તો સીધો ઉપયોગ કરવો.

:: ખાસ નોંધ ::

અમૃતધારાના આ ટીપા આંખોમાં ન નાખવા વિનંતી

(11:45 am IST)