Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પૂ. શ્રી ઇન્દુબાઇ મ.સ. તીર્થધામમાં મહાવીરજયંતિની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચનસિધ્ધિકા

રાજકોટ તા ૧૭ :  ગોં. સંપ્ર. ના સૌરાષ્ટ્રના સિંહણ  બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી  તીર્થધામમાં આજે સવારે મહાવીર જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ. મહાવીર જયંતિ પ્રસંગે આજે સવારે સોનલ  સદાવ્રત, જીવદયા  મહોત્સવ, શૈક્ષણિક દાન સારવાર સહાયદાન આપવામાં આવેલ, જેના પ્રદાતા જૈન વિઝન ટીમ સુનિલભાઇ શાહ, શારદાબેન મોદી તરફથી એપલ, ચણા કા લોટ, ખાંડ રૂા ૧૭૨/- રોકડા આપવામાં આવેલ છે.

આ   પ્રસંગે નાલંદા સંઘ પ્રમુખ અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, પ્રદિપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, ભુપેન્દ્રભાઇ મહેતા, જૈન વિઝન ટીમના મિલનભાઇ કોઠારી, ધીરનભાઇ ભરવાડા, સંપટભાઇ જૈન, અંકુરભાઇ મારવાડી, જયભાઇ મહેતા, તથા સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, ખાસ ઉપસ્થિત રહી અનુમોદના કરી હતી.

આજે મહાવીર જયંતિ પ્રસંગે મહાવીર જન્મ વાંચન, ત્યારબાદ વિશિષ્ટ  જાપ, જેમાં દરેકને   પ્રભાવના, બહુમાન, વિશિષ્ટ કરવામાં આવેલ હતું. મધુર વ્યાખ્યાની બા.બ્ર.પૂ. રંજનબાઇ  મહાસતીજીએ   ભગવાન, મહાવીર જન્મનું આબેહુબ વર્ણન કરેલ હતું.

પૂ. સોનલબાઇ મહાસતીજીઅ ે ફરમાવેલ '' શરીર જોઇએ છીએ કે શાસન જોઇએ ? મોટા બનવું છે કે મહાન બનવું છે ? સ્થિર બનીને  સિધ્ધગતિને મેળવો, અસ્થિર બનીને આંંટા ન મારો, નહિતર અધોગતિ થશે  તેમજ ભગવાન મહાવીરની મહતા બતાવી હતી.

આજે નાલંદા તીર્થધામમાં આયંબિલ તપ પૂરબહાર છે. દરરોજ જૈન સિધ્ધાંત મુજબ અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. તીર્થધામમાં આખી આયંબિલની ઓળી કરી હોય તેમને  પૂ. મોટા મહાસતીજીના પરમ ભકત કોમલબેન સોહનભાઇ શાહ તરફથી તા. ૧૯ ને શનિવારે બપોરે ૧૨ કલાકે પારણાં છે, તેમજ આયંબિલ યાત્રા પણ થશે.

આ આયોજન ને સફળ બનાવવા માટે સંઘ પ્રમુખ અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, પ્રદિપભાઇ માવાણી, ભુપેન્દ્રભાઇ મહેતા, સોનલ સેવા મંડળે સેવા બજાવી હતી. આજે મહાવીર જયંતિ   પ્રસંગે સુશીલભાઇ ગોડા, પ્રતાપભાઇ વોરા, રમેશભાઇ, આશિષભાઇ, પરેશભાઇ, ઉત્તમભાઇ, વસંતભાઇ, કાંતિભાઇ, ચીમનભાઇ, પંકજભાઇ આદિ ભાવિકોએ મહાવીર જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિમલભાઇ મહેતા, પ્રવિણભાઇ મહેતા વગેરે પણ હાજર હતા.

(3:38 pm IST)