Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બાલાજી મંદિરે હનુમાન જયંતિએ ધ્વજારોહણ - છપ્પનભોગ અન્નકોટ - શોભાયાત્રા નીકળશે

દાદાને ચાંદીની તલવાર અર્પણ કરાશે : હનુમાન ભકતોને લાભ લેવા અનુરોધ

રાજકોટ, તા. ૧૭ : આગામી તા.૧૯ના શુક્રવારે બાલાજી મંદિર (કરણસિંહજી રોડ) ખાતે હનુમાન જયંતિએ ભવ્ય તેમજ વિશાળ મહોત્સવ શ્રી ધજા આરોહણ તથા દાદાને ચાંદીની તલવાર અર્પણ ઉત્સવ સાથે છપ્પન ભોગ અન્નકોટ મહોત્સવ, સ્વામીનારાયણ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા શ્રી બાલાજી મંદિર મહંત શ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને શ્રી સ્વામીનારાયણ મંદિર કોઠારી શ્રી રાધારમણ સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવેલ.મુખ્ય યજમાન બાલાજી સેવા સમિતિ સેવકો સર્વેશ્રી રાજુભાઈ ગોપાણી, સંદિપભાઈ રાચ્છ, દિપકભાઈ ટાંક, હિતેશભાઈ ટાંક, ભાવીનભાઈ સેજપાલ, ધર્મેશભાઈ રાણપરા, ધર્મેશભાઈ બારભાયા, હિરેનભાઈ કાચા, તુષારભાઈ ટાંક, દેવલભાઈ ધકાણ, આસીતભાઈ સોની, પ્રદિપભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ છાંટબાર, પ્રતિકભાઈ પટેલ, નલીનભાઈ પોબારૂ, પિયુષભાઈ જનાણી, ભાવેશભાઈ હિંડોચા, પ્રવિણભાઈ પટેલ, બાલાજી મંદિર સ્ટાફ તેમજ બાલાજી ભકત મંડળ, શ્રીમતી હંસાબેન ભગવાનજીભાઈ ચંદારાણા, શ્રીમતી ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી, રમાબેન રજનીકાંત વિઠલાણી, વ્રજેશભાઈ રાજાણી, મુકેશભાઈ વડગમારા બિરાજશે.કાર્યક્રમની રૂપરેખા : મંગળા આરતી : સવારે ૫:૩૦ કલાકે, અન્નકોટ દર્શન - સવારે ૧૧:૩૦ થી સાંજે ૮:૩૦ સુધી, દાદાની જન્મજયંતિ ઉજવણી : બપોરે ૧૨:૩૦ કલાકે, સ્વામીનારાયણ મંદિરેથી શોભાયાત્રા : સાંજે ૪:૩૦ કલાકે નીકળશે. બાદ ધજા ઉત્સવ : સાંજે ૫ કલાકે અને મહાઆરતી સાંજે ૭:૧૫ કલાકે રાખેલ છે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:36 pm IST)