Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સરકારની વિવિધ યોજનાઓથી મહિલાઓ પગભર બની

વોર્ડ નં.૧૧માં ભાજપના મહિલા મોરચાના સંમેલનમાં અંજલીબેન રૂપાણીનું ઉદ્દબોધન

રાજકોટ : રાજકોટ વિધાનસભા ૭૧માં વોર્ડ નં. ૧૧માં ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન યોજાઇ ગયું. જેમાં યુવા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું કે૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા મહિલાઓ સલામત બની. મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મેળવી ગુનાનું પ્રમાણ ઘટાડવા પાયલોટ પ્રોજેકટ ૧૦૪૧ ગ્રામ પંચાયતમાં આ યોજના અમલમાં છે અને ગરીબ પરિવારની કન્યાઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં શિક્ષણ મફત આપ્યું છે સૌથી વધુ શિક્ષિકાઓને નિમણૂક કરી છે કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ લાભાર્થીઓ માટે સહાય ધોરણ રૂપિયા ૧૦ હજારથી વધારીને રૂપિયા ૧૨ હજાર તેમજ વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૧ લાખ સુધીની કરાય છે ગ્રામીણ મહિલાઓ માટે શહેરમાં પગભર થવા મહિલાઓ કાર્યરત છે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલા યોજના તેમજ મહિલા સુરક્ષા કેવી રીતે મળે તેની માહિતી આપી હતી તેમ જ રાજયમાં નારી અદાલતો મહિલા આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.

શ્રીમતી ભાનુબેન બાબરીયા કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું છે કે મોહનભાઇ કુંડારીયાએ તમામ વર્ગના લોકોને સાથે રાખીને વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. મહેસાણાનાં સાંસદ સભ્ય શ્રીમતી જયશ્રીબેન પટેલે જણાવેલ કે ત્રીપલ કલાક જેવી ગુલામીપ્રથા નાબુદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે આમ ભાજપની સરકારે સ્ત્રી સશકિતકરણની વાતો નહીં પણ અમલી પણ બનાવી છે

આ મહિલા સંમેલનમાં રૂપાબેન શીલું,કાશ્મીરાબેન નથવાણી, ભારતીબેન પરસાણા ,વૈશાલીબેન સોરઠીયા,અનિતાબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)