Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કોઠારીયા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા વિરેન્દ્ર અને મોહીત પકડાયા

રાજકોટ, તા., ૧૭: કોઠારીયા મેઇન રોડ પર ભકિતનગર પોલીસ બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ભકિતનગર  પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. રણજીતસિંહ, સલીમભાઇ, વિક્રમભાઇ મહેન્દ્રસિંહ, વાલજીભાઇ, દેવાભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, મનીષભાઇ, રાજેશભાઇ તથા હિતેષભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે વાલજીભાઇ, રણજીતસિંહ તથા સલીમભાઇને મળેલી બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પેટ્રોલ પંપ સામે દરોડો પાડી જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા વિરેન્દ્ર ઉર્ફે ભોલો છગનભાઇ ડોબરીયા (ઉ.વ.૩૦) (રહે. મહેશ્વરી સોસાયટી મેઇન રોડ) અને મોહીત ધીરૂભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૦) (રહે. વિવેકાનંદનગર શેરી નં. ર કોઠારીયા રોડ) ને પકડી લઇ રૂા. પ હજાર રોકડા તથા બે મોબાઇલ મળી રૂા. ૧૭૦૦૦ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)