Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નાનાભાઇની પત્નિને મારકુટ કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૭: નાનાભાઇની વહુને ગાળો આપી માર મારવાના ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં રાજકોટ તાલુકા પો. સ્ટે.માં ફરીયાદપણ લતાબેન મહેશભાઇ રાઠોડ રહે. ડુંગરપુર ગામની વાડીમાં તા. જી. રાજકોટવાળાએ આઇ.પી.સી. કલમ ૩ર૩, પ૦૪, તથા કલમ-૩૭, ૧૩પ મુજબ પોતાના સગા જેઠ દિનેશભાઇ ભીમજીભાઇ રાઠોડ, રહે. ગામઃ ડુંગરપુર ગામની વાડીમાં, તા. જી. રાજકોટના વિરૂધ્ધ પોતાને ગાળો આપી આરોપીની દીકરીને પોતાનાં ઘર પાસે કચરો ફેંકવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી લાકડા કાપવાનો ઉંધો કુહાડો ફરીયાદીને ડાબા હાથમાં ખંભા પર મારી મુંઢ ઇજા કરી હોવા અંગેની ફરીયાદ કરેલ હતી. જે અન્યાયે આરોપીની જે તે સમયે અટક થયેલ.

ફરીયાદણની જાુબાની તથા સાહેદ પંચોની જાુબાનીઓ નામ. કોર્ટે ધ્યાને લઇ ફરીયાદ પક્ષ આરોપી વિરૂધ્ધનો પોતાનો કેસ નિઃસંકોચપણે સાબીત કરવામાં નિષ્ફળ જતાં રાજકોટનાં જયુડી. મેજી. એન. જી. સુરતી મેડમે આરોપી દિનેશભાઇ ખીમજીભાઇ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી દિનેશભાઇ ભીમજીભાઇ રાઠોડ વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી નિવકુમાર કે. પંડયા, શ્રીમતી હર્ષા નિરવકુમાર પંડયા, શ્રીમતી નેહા કમલેશ રવિયા તથા રાણાભાઇ ટી. સોલંકી રોકાયેલા હતા. (૭.૪૦)

(4:29 pm IST)