Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

શુક્રવારથી રાજકોટમાં 'વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ'

રેસકોર્ષના મેદાનમાં ૨૦મીથી ચાર દિવસીય આયોજન : જ્ઞાન વિતરણ અનતે માર્કેટ એકસેસ થશેઃ પુરૂષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, સૌરભભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા વિ.ના વકતવ્યો : મ્યુઝીકલ નાઈટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજનઃ દેશ - વિદેશમાંથી ઉદ્યોગકારો સાથે ખેડૂતો પણ ભાગ લેશે

રાજકોટ,૧૭ : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની એક દાયકા થી લાંબી સફળતાની કથા છે અને વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો અને સમિટ ને સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત સમાન પ્રકારની પ્લેટફોર્મ ઓફર કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વાઇબ્રન્ટ વારસાને સ્થાનીક સ્તરે લાવવાના ખ્યાલ સાથે વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો એન્ડ સમિટ-૨૦૧૬ ને ખુબજ સારી સફળતા મળી હતી. આ એક્સપો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વિચારધારા પર આધારિત છે અને આ એક્સ્પો માં સમિટ દ્રારા જ્ઞાન ર્વિંઈરણ અને એક્સપો દ્રારા માર્કેટ એક્સેસ થશે, આ એક્સ્પો નો ધ્યાન સૌરાષ્ટ્ર માં રોકાણ ખેંચી લાવ્વાનો નથી, પરંતુ ટેક્નોલોજી સુધારો થાય અને સૌરાષ્ટ્ર ના ઉદ્યોગોને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધું જાણવાની તક મળે જેથી તેમનું સ્તર વૈશ્વિક ખેલાડીઓ ની સમાન બની શકે.

તા.૨૦ના શુક્રવારથી રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ વાગ્યે મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને અન્ય વિવિધ રાજકીય - સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચાર દિવસની આયોજનોમાં આધ્યાત્મિક મંગળચરણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે ૪ વાગ્યાથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવશે વિધિવત ઉદ્ઘાટન થશે. આ આયોજન દરમિયાન જુદી જુદી દિવસ શ્રી ગિરિરાજસિંહ, શ્રી રાધામોહન સિંહ, શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી મન ુખભાઈ માંડવીયા, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી જયેશભાઈ રાદડિયા વૅટી, ઉપસ્થિત રહી સર્વે અને માર્ગદર્ર્શિંઈ કરવા પ્રોત્સાહન કરશે. સામાન્ય લોકો માટે મોટિવેશનલ વકતાઓ પ.પૂ અપૂર્વ સ્વામી, શ્રી જય વસવડા વગેરે લોકો પોતાની વાત કરશે અને બે દિવસ મ્યુઝિકલ નાઇટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ્સ એસોસીયેશનના પ્રેસિડેન્ટ શ્રી સમીર શાહ એ જણાવ્યું કે "વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પોની બીજી આવૃર્િંઈમાં ૧૫ હજારથી વધુ ખેર્ડૂંઈો, એન્ટરપ્રેન્યોર્સ, ઉદ્યોગપર્િંઈઓ અને કૃષિક્ષેત્રના રિસર્ચ કરતા પ્રોફેશનલ્સ સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેશે. આ સમીટ મારફતે સરકારના સત્તાધીશોએ સ્થાનિક કૃષિને વૈશ્વિક સ્તરે નોંધનીય બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

સમીટમાં મશીન ઇક્વીપમેન્ટ્સ, પ્રોસેસીંગ યુનિટ, કેમીકલ, પેસ્ટીસાઇડ સહિતના અનેક ઉદ્યોગો પણ ભાગ લઇ રહ્યા છે. ટેકનોલોજી અને નોલેજ ઉપલબ્ધતાની સાથે સાથે ખેડૂતો અને ઉદ્યોગપર્િંઈઓને સૌરાષ્ટ્રમાં ટુરીઝમ, હોસ્પિટાલિટી સહિતના બીઝનેસ સેગમેન્ટને પણ વિસ્તારવા અને વિકસાવવાની તકો પ્રાપ્ય બનાવાશે. એટલું જ નહી, આ વાયબ્રન્ટ સમીટ મારફતે સૌરાષ્ટ્રના ખેડૂતોને લેટેસ્ટ ટેકનોલોજી, માહિતી અને વૈશ્વિક બદલાવ સહિતના પાસાઓની સમજ આપી તેઓની જ્ઞાનવૃદ્ધ અને ગુણવત્તાયુકત પ્રોડકટના હેતુને સાર્થક કરવામાં આવશે. ચાર દિવસના આ વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં દેશ-વિદેશના તજજ્ઞો, નિષણાંતો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે."

ગુજરાત એગ્રિકલચર મશીનરી મેનુફેક્ચરર્સ એસોશિયેશન્સ ના પ્રેસિડેન્ટ શ્રી દિનેશ ખાન રાના જણાવ્યા મુજબ "વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખુ આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળીના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવીકે, બેવરેજીસ, કોસ્મેટીક્સ, પેઇન્ટ્સ, સ્ટેઇન્સ, સ્ટોક ફૂડ્સ, ડ્રાય કોફી, બટર, માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુંઓને ધ્યાન માં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીને વિશ્વકક્ષાની વસ્તુંઓ માં વાપરી શકાય છે. આ એક્સપોને કૃષીની થીમ પર કરવાનું બીજુ કારણ જાઇએ તો ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ૧૩.૬૮ ટકા જેટલો સિંહફાળો છે. દેશમાં કૃષિક્ષેત્રના કારણે ૫૪.૬ ટકા રોજગાર પ્રાપ્ય બને છે. તો, દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રના ૧૪.૭ ટકા હિસ્સાને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી."

આ સમિટ ના આયોજક ઓક્ટાગોન કોમ્યુનિકેશન ના સીઈઓ શ્રી સંદીપ પટેલે જણાવ્યું કે "આ એક્સ્પો માં એગ્રિકલચર ઇન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ૧૨ થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ,થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઇન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજ્યો માંથી લોકો ભાગ લેશે. કૃષિ અને કેટલાક સંબંધિત ઉદ્યોગો માટેનું આ પ્રદર્શન, સેમિનાર, સમિટ, બી ૨ બી (B2B) મીટ, નેટર્વકિંગ એક સાથે જોડાયેલ છે.કૃષિ ઉપરાંર્ંઈ કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઇમારતી અને લાકડું, ઇમીટેશન દાગીના, કન્ઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન , ખાદ્ય અને ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રો આ એક્સ્પોનો ભાગ છે."

પત્રકાર પરિષદમાં સમીરભાઈ શાહ, સંદિપભાઈ પટેલ (સીઈઓ ઓકટેગન કોમ્યુનિકેશન પ્રા.લી.), વિશાલ આચાર્ય (એડવાઈઝર વાઈબ્રન્ટ સમીટ), અજય જાની (સીઈઓ સમીટ), ડાયાભાઈ કેસરીયા (એકિઝકયુટીવ કમીટી મેમ્બર) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૩૭.૧૦)

(4:28 pm IST)
  • CNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST

  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • મોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST