Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાજકોટ વિભાગના નગરપાલીકા નિયામક ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યોઃ ર૦૦ ફાઇલો તંત્ર સોપશે

રાજકોટ સહિત ૬ જીલ્લાની નગરપાલિકાઓ આવરી લેવાઇઃ સભ્યો-પ્રમુખને ગેરલાયક ઠેરવવા અંગે પણ સતા..: રૂડા- ટુરિઝમના પ્રોજેકટો ધીમા ચાલતા હવે અલગથી IAS અધીકારી આવતા કામગીરી ઝડપી બનશે

રાજકોટ તા. ૧૭ : સરકારે રાજકોટ સહિત રાજયના ૬ ક્ષેત્રોના પાર્ટ પાડી નગરપાલીકા નિયામક તરીકે ડાયરેકટ IAS ઓફીસરની રદિ' પહેલા  નિમણુંક કરી છે, રાજકોટ વિભાગમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર-કચ્છ-ભુજ-જામનગર સહિતના કુલ ૬ જીલ્લા આવરી લેવાયા છે, રાજકોટ વિભાગના નગરપાલિકા નિયામક તરીકે ડાયરેકટ IAS ઓફીસર શ્રી ગૌરાંગ મકવાણાની નિમણુંક થઇ છે, અને તેમણે ગત સાંજે ચાર્જ સંભાળી લીધાનું કલેકટર કચેરીના સત્રોએ ઉમેર્યું હતું.

આજ સુધી નગરપાલીકાઓના કેસો ઉપરાંત ડુડા-ટુરીઝમના પ્રોજેકટો જે તે પાલીકામાં અત્યંત ગોકળગાય ગતિએ ચાલતા હતા, તેમાં હવે ગતિ આવશે, શ્રી ગૌરાંગ મકવાણાની નગરપાલિકા નિયામક કચેરી જીલ્લા સેવા સદ્દન-૩ ખાતે કાર્યાન્વત કરાઇ છે.

કલેકટર કચેરીના સાધનોએ ઉમેર્યું હતું કે, આવતા અઠવાડિયે હાલ પેન્ડીંગ ર૦૦ જેટલી ફાઇલોની નવી વિભાગીય કચેરીને સોંપણી કરી દેવાશે, ગ્રાંટ વહિવટી પ્રક્રિયા ઝડપી બનશે, તમામ ૬ જીલ્લાની ગ્રાંટની ફાળવણી પણ રાજકોટથી થશે, તેમજ જે તે પાલીકાના પ્રમુખ-ઉપપ્રમુખ તથા સભ્યને ગેરલાયક ઠેરવાની સત્તા પણ દરેક અધિકારીને આપી છ.ે(૬.ર૧)

(4:24 pm IST)